તૈયારી:થરાદમાં પોલીસકર્મીઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને દોડવા માટે મેદાન બનાવાયું

થરાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જનતા હાઇસ્કુલ પાછળ સફાઇ કરાવીને ગ્રાઉન્ડ તૈયાર કર્યું

પોલીસની ભરતીમાં લેખિત પરીક્ષા પૂર્વે દોડનો ટેસ્ટ લેવાતો હોવાથી અનેક વિદ્યાર્થીઓ વહેલી સવારે થરાદ ડીસા રોડ પર હેલીપેડ અને નર્મદાનહેરના કિનારે દોડવા જઇ રહ્યા હતા. જો કે ત્યાં વાહનોની અવરજવર હોવાના કારણે દુર્ઘટનનાની દહેશત પણ સેવાતી હતી. આવા સંજોગોમાં પોલીસની પરીક્ષાના દોડની પ્રેકટીસ માટે યુવાનો દ્વારા થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત પાસે માંગણી કરવામાં આવી હતી.

આથી તેમણે નગરપાલિકાનું ધ્યાન દોરતાં પાલિકા પ્રમુખ જાનકીબેન ઓઝા તથા ઉપપ્રમુખ રમેશભાઈ રાજપુતે થરાદ મહાજનપુરા ચોકડી અને જનતા હાઇસ્કુલ પાછળ સાફસફાઇ કરાવીને ગ્રાઉન્ડ તૈયાર કરી દેવામાં આવ્યું હતું. જ્યાં બધા યુવાનો જઈને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયારી કરી શકશે તેમ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...