હુમલો:રામસણમાં યુવકે સામાન્ય બાબતે બીજા યુવકને નાક પર પથ્થર માર્યો

થરાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાનને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડાયો

ડીસાના રામસણમાં સામાન્ય બાબતે એક યુવકે બીજા પર પથ્થર વડે હુમલો કરીને ઇજા પહોંચાડતાં ગામના પીએચસીમાંથી વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડાયો હતો. આગથળા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. રામસણમાં રવિવારની સાંજના છ વાગ્યે ગામનો નિતેષભાઇ ભેમાભાઇ દેસાઇ તેના બે મિત્રો સાથે ગામના મહિપાલસિંહ વાઘેલાની સબમર્શીબલની દુકાન આગળ બેઠેલ હતો. આ વખતે ત્યાં ગામના વિક્રમસિંહ જેસુંગસિંહ વાઘેલાએ આવીને બાજુમાં બેઠેલ હરેશને મહિપાલસિંહ ક્યાં આગળ મળે છે તેમ પુછ્યું હતું.

આથી હરેશે હાજર નથી તેમ કહેતાં વિક્રમસિંહ તેમની આજુબાજુ ફરીને નિતેષને તું કેમ મારા વિશે ખોટી વાતો કરે છે તેમ કહીને અપશબ્દો બોલ્યા હતા. આથી નિતેષભાઇએ તેમ કરવાની ના પાડતાં પથ્થર નાક પર મારતાં લોહી નિકળ્યું હતું. આથી બેભાન થઇને નિતેષ પડી ગયા બાદ ભાનમાં આવી ફરી ઉભો થવા જતાં વિક્રમસિંહ ફરી મારવા જતાં ભરતભાઇ અને હરેશભાઇ ઠાકોરે વચ્ચે પડી વધુ મારમાંથી છોડાવ્યો હતો. આગથળા પોલીસે વિક્રમસિંહ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...