હત્યા:થરાદના મોરથલમાં આડાસંબંધની અદાવતમાં પિતરાઇને રહેંસી નાખ્યો

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરથલમાં અગાઉના મનદુઃખમાં બે પરિવારો વચ્ચે ખેલાયેલા ખુની ખેલમાં એકનું મોત જ્યારે ચારને ઇજા થઈ હતી. - Divya Bhaskar
મોરથલમાં અગાઉના મનદુઃખમાં બે પરિવારો વચ્ચે ખેલાયેલા ખુની ખેલમાં એકનું મોત જ્યારે ચારને ઇજા થઈ હતી.
  • ત્રણ ઇજાગ્રસ્તોને ધાનેરા અને પાલનપુર સારવાર અર્થે ખસેડાયા
  • બે પરિવારો વચ્ચે વહેલી સવારે થયેલી મારામારીમાં એક વ્યક્તિએ જીવ ખોયો

થરાદના મોરથલમાં સોમવારે બે પરિવારો આડાસંબંધ મુદ્દે સોમવારે વહેલી સવારે જીવલેણ હથિયારોથી મારામારીમાં એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધાનેરા અને પાલનપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઇન્ચાર્જ પીઆઇએ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

થરાદ તાલુકાના મોરથલ ગામના ઝવેરભાઇ કરશનભાઇ અને ભુરાભાઇ કરશનભાઇના પુત્રો વચ્ચે સોમવારની સવારના સુમારે સામાન્ય બાબતે બોલાચાલી થઇ હતી. જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં જીવલેણ હથિયારો વડેની મારામારીમાં પરિણમી હતી. જેમાં ચાર વ્યક્તિઓને ઇજા થવા પામી હતી. આ અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાં ધાનેરા અને થરાદની 108ના પાયલોટ રજનીકાંત રાવલ અને રાજુભા વાઘેલા તથા ઇએમટી ભરતભાઇ ચૌધરી અને અશોકભાઇ સાધુ દોડી આવ્યા હતા. અને લોહિયાળ ઇજાગ્રસ્તોને ધાનેરાની સરકારી હોસ્પીટલમાં ખસેડ્યા હતા.

જ્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા.જે પૈકી માથામાં ગંભીર ઇજાના કારણે વરધાજી ભુરાજી ઠાકોર (ઉ.વ.45)નું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ કરાતાં થરાદના ઇન્ચાર્જ પી.આઇ. સાહેબખાન ઝાલોરી પાલનપુર સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને વધુ તજવીજ હાથ ધરી હતી.

એકાદ વર્ષ પૂર્વે પરિવાર બહાર કરેલો ભાઇ આવતાં મામલો બિચક્યો
ગામમાં ચર્ચાતી વાતો મુજબ એકાદ વર્ષ પુર્વે નથાભાઇ ભુરાભાઇને મહિલા સાથેના આડાસંબંધ બાબતે ભાઇઓ દ્વારા પરિવાર બહાર કરવામાં આવ્યો હતો. જે ભાઇઓને પુછ્યા વગર ગામમાં પરત આવી ગયો હતો. સોમવારની વહેલી સવારે ભુરાજીના ત્રણ પુત્રો અને તેમને મળવા આવેલા સંબંધી ઉમાજી બેઠેલ હતા.

આ વખતે તેઓ કંઇ સમજે તે પુર્વે સામાપક્ષના ચારેક વ્યક્તિ (પિતરાઇ ભાઇ)ઓએ કુહાડી અને ધારીયા જેવાં જીવલેણ હથીયારો વડે હુમલો કરી દીધો હતો. આથી ગંભીર ઇજા થવા પામી હતી. જે પૈકી મફાજી અને નથાજીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. જેમને પાલનપુરની સરકારી હોસ્પીટલમાં સારવાર અપાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...