તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:થરાદના ખારાખોડા ગામમાં ગૌચરની જમીનમાં કરાયેલા 62 દબાણો હટાવાયાં

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયત દ્વારા 4 દિવસ કામગીરી હાથ ધરી 54 એકર જમીન દબાણમુક્ત કરાઇ

થરાદ તાલુકાના ખારાખોડા ગામની ગૌચર જમીનમાં દબાણકારોએ કાચા-પાકા મકાનો, દુકાનો, બોર ખેતીવાડી અને વાવેતર મળીને 68 જેટલા દબાણો કર્યા હતા. ગ્રામપંચાયત દ્વારા અગાઉ તમામને દબાણો દુર કરવાની નોટિસ આપ્યા બાદ 4દિવસથી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી 54 એકર જમીન દબાણમુક્ત કરાઇ હતી. ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કાળુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘62 દબાણોને ચાર દિવસમાં બે લોડર અને એક જેસીબીની મદદથી દુર કરાવી 54 એકર જમીન દબાણમુક્ત કરાવી હતી.

દુર કરવામાં આવેલા પૈકી છ દબાણ સીટમાં નોંધાયેલ ન હતા. આથી ગ્રામપંચાયત દ્વારા સુધારા સીટ-2માં સુધારો કરી તેને દુર કરાવવા અંગેની કાર્યવાહી કરાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.કામગીરીમાં ગ્રામપંચાયતના સરપંચ શામળાભાઇ સુથાર, થરાદ તાલુકા પંચાયતના પૂર્વ ટીડીઓ અનિલભાઈ ત્રિવેદી, વિસ્તરણ અધિકારી શબ્બીરભાઈ મનસુરી, પ્રકાશભાઈ પટેલ, ભુરાભાઈ પરમાર, રમેશભાઈ ભાટી, રણછોડભાઈ પટેલ તથા પીએસઆઈ સહિત 31 પોલીસ કર્મચારીઓ અને UGVCLની ટીમ હાજર રહી હતી.

14 પરિવારોને ચોમાસાની મુદત અપાઈ
ગૌચર જમીનમાં કેટલાક પરિવારોએ રહેવા માટે મકાનો પણ બનાવી દીધા હતા. આવા 14 પરિવારોને રહેવા માટેની અન્ય કોઇ વ્યવસ્થા નહીં હોઇ 31 ઓકટોબર સુધીની મુદત આપી હતી. ત્યારબાદ દબાણો દૂર નહીં કરે તો લેન્ડ એક્ટના કાયદા મુજબ કાર્યવાહી કરવાની પરવાનગી આપતાં સોગંદનામાં પણ દબાણકારો પાસેથી લેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...