આત્મહત્યા:ડીસાના માણેકપુરામાં પ્રેમી યુગલે ગળેફાંસો ખાઈ સાથે જીવવા મરવાના કોલ નિભાવ્યા

આસેડા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
થરાદ-વાવ હાઇવે પર મુખ્ય નર્મદા નહેરમાં આધેડનો આપઘાત - Divya Bhaskar
થરાદ-વાવ હાઇવે પર મુખ્ય નર્મદા નહેરમાં આધેડનો આપઘાત
  • પરિણીત યુવાનને ગામની જ યુવતી સાથે લગ્ન શક્ય ન હોઈ અંતિમ પગલું ભર્યું
  • સ્થળ પરથી સિંદુરની ડબ્બી મળી, ડીસા પોલીસે બંને મૃતદેહ પીએમ અર્થે સિવિલ ખસેડ્યા

ડીસા તાલુકાના માણેકપુરા ગામમાં રહેતા પરણિત વકતુજી ઠાકોર અને યુવતી અસ્મિતા ઠાકોર વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. જેમણે શુક્રવારે ગામની સીમમાં લીમડાના ઝાડ ઉપર ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા.

જાણ કરવામાં આવતાં ડીસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોચી બંનેના મૃતદેહ ડીસા પીએમ અર્થે ખસેડયા હતા. અને બનાવમાં વધુ તપાસ હાથ ધરી હતી. એક જ ગામમાં રહેતા બંને પ્રેમી યુગલ સાથે નહીં જીવી શકીએ તેમ માની સાથે મરવાનો કોલ નિભાવ્યો હતો. જ્યાં ઝાડ નીચેથી સિંદુરની ડબી મળી હતી. જેમણે આપઘાત કરતાં પહેલા સિંદુર વિધી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

થરાદ-વાવ હાઇવે પર આવેલ મુખ્ય નર્મદા નહેરમાં દિયોદરના પાલડી મીઠી ગામના તલાભાઈ કરમશીભાઈ નટે ઝંપલાવી આપઘાત કર્યો હતો. તેની પાસે રહેલા પંચાયતના લેટરપેડથી ઓળખ થઈ હતી.ધંધો રોજગાર ન મળતાં આપઘાત કર્યાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...