ક્રાઈમ:થરાદના દાંતીયા ગામે યુવકને માથામાં ઉંધી કુહાડી ફટકારી

થરાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાંતીયા ગામે પશુઓને પાણી પીવા માટે હવાડો બનાવવામાં આવેલો છે. ત્યારે શુકવારના ઈશાભાઈ માનસેંગભાઈ પરમાર બપોરના સમયે ગાયોને પાણી પીવડાવવા જતાં અગાઉની અદાવત રાખી ગામના અરજણ રાસેગાભાઇ પરમાર તેમજ દશરથ રાસેંગાભાઇ પરમારએ હાથમાં કુહાડી તેમજ લાકડાનો ધોકો લઇને આવી કહેલ કે ‘તારા બાપે અગાઉ અમારી સાથે ઝઘડો કરેલ છે તો તું કેમ અહીં આવ્યો છે’ આવું કહી એકદમ ઉશ્કેરાઈ જઈ ઇશાભાઈ પરમારને માથાના ભાગે ઉંધી કુહાડી તેમજ પીઠના ભાગે ધોકા વડે માર મારવામાં આવતાં ઈશાભાઈ પરમારે બુમાબુમ કરતાં અન્ય લોકો વચ્ચે પડી છોડાવ્યા હતા. આથી ઇશાભાઇને માથાના ભાગે ઈજાઓ થતાં પિલૂડા સીએચસી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પોલીસ મથકે બંને સામે ગુનો નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

અન્ય સમાચારો પણ છે...