તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:થરાદના ચાંગડામાં પ્રેમીપંખીડાંએ ગળા ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર

થરાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બંનેની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. - Divya Bhaskar
બંનેની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.
  • બંન્નેના પરિવારોએ પોલીસ કાર્યવાહી કરવાનો ઇન્કાર કર્યો,લાશ પરિવારને સોંપાઈ

થરાદના ચાંગડા ગામમાં શનિવારની સવારના સુમારે એેક યુવક અને સગીરાએ ગળે ફાંસો ખાઇને જીવનલીલા સંકેલી લેતાં અરેરાટી પ્રસરવા પામી હતી. બનાવની જાણ કરાતાં પોલીસ દોડી હતી. પરંતુ બંન્નેના પરિવારોએ પોલીસ કાર્યવાહી કરાવાનો ઇન્કાર કર્યો હતો.

ચાંગડા ગામની સીમમાં નજીકમાં ખેતર ધરાવતા બે ખેડૂતોના સંતાનો એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. જો કે બંન્નેએ સાથે મળીને અગમ્ય કારણોસર ખેતરના શેઢે અરડુસાના ઝાડ સાથે ગળે ફાંસો ખાઇને જીવનલીલા સંકલી લેતાં પંથકમાં અરેરાટી સાથે ખળભળાટ પ્રસરવા પામ્યો હતો. આ બનાવની જાણ થતાં બંન્ને પક્ષના અગ્રણીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. થરાદ પોલીસ પણ દોડી હતી. જો કે આ અંગે ફરિયાદ નોંધાઇ ન હતી. મૃતક યુવકની ઉંમર અઢાર અને સગીરાની સોળ વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...