નિર્ણય:થરાદમાં રવિવારે નોંધણી વગરની દુકાનો ખુલ્લી રહેશે તો પાલિકા કાર્યવાહી કરશે

થરાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુમાસ્તાધારો હળવો થતાં થરાદમાંની અનેક દુકાનો રવિવારે ખુલ્લી રહે છે

સરકારે નિયમો હળવા કરી દુકાનો ચોવીસ કલાક બંધ રાખવાની છુટ આપતાં થરાદ નગરમાં કેટલીક દુકાનો હવે રવિવારે ખુલ્લી રહે છે. રવિવારે નોંધણી વગરની દુકાનો ખુલ્લી રહેશે તો નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરાશે.

થરાદમાં નગરપાલિકા દ્વારા ગુમાસ્તાધારાનો કડક અમલ કરાવાતાં નાનીમોટી તમામ દુકાનો જડબેસલાક બંધ રહેતાં રવિવારે નગરમાં કર્ફયુ જેવો માહોલ જોવા મળતો હતો. એટલું જ નહી રવિવારે ગ્રામિણ ગ્રાહકો કે શટલ જીપચાલકો પણ આવતા ન હતા. પરંતુ 2019માં તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવાતાં શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અન્વયે નોંધાયેલા એક્ટમાં સુધારો કરવામાં આવ્યો હતો.જેમાં એક જ ટાઇમ ફી ભરીને નોંધણી કરાવી વેપારીઓને વારંવાર દર વર્ષે ગુમાસ્તાધારામાં નોંધણી કરાવતા લાયસન્સ રીન્યું કરવાની ઝંઝટમાંથી મુક્તિ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની સરળતા માટે દુકાનો અને સંસ્થાઓને 365 દિવસ ચાલુ રાખવાની જોગવાઇ કરવામાં આવી હતી. જેમાં રવિવારના દિવસે પણ વેપારી પોતાની દુકાન ખુલ્લી રાખીને કામકાજ કરી શકે છે. પરંતુ દુકાનમાં કામ કરતા પગારદાર નોકરોને અઠવાડીયામાં ફરજીયાત રજા આપવાની રહે છે.

આ અંગે નગરપાલિકાના ચીફ ઓફીસરે જણાવ્યું હતું કે ‘વેપારી મંડળને પણ સમજણ આપવામાં આવી હતી. પરંતુ જો નગરપાલિકામાં ગુમાસ્તાધારાની નોંધણી કરાવ્યા વગરની દુકાનો વેપારીઓ રવિવારે ખુલ્લી રહેશે અથવા તો ગુમાસ્તાઓને ફરજીયાત એક રજા નહી મળતી હોય તેવી ફરિયાદ મળશે તો નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરાશે.’

અન્ય સમાચારો પણ છે...