આવેદન:ચાંગા પમ્પિંગ સ્ટેશનથી સુજલામ સુફલામ કેનાલમાં બંધ કરેલું પાણી 48 કલાકમાં નહીં છોડાય તો ધરણાં

થરાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરવાથી પાંચ તાલુકાના ખેડૂતોએ લાખણી મામલતદારને આવેદનપત્ર આપી પાણી માટે રજૂઆત કરી હતી. - Divya Bhaskar
સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરવાથી પાંચ તાલુકાના ખેડૂતોએ લાખણી મામલતદારને આવેદનપત્ર આપી પાણી માટે રજૂઆત કરી હતી.
  • બનાસકાંઠાના પાંચ તાલુકાના ખેડૂતોએ લાખણી મામલતદારને આવેદન આપ્યું

કાંકરેજના ચાંગા પંપીંગ સ્ટેશનથી સુજલામ સુફલામ કેનાલમાંથી લાખણી, ડીસા સહિતના તાલુકામાં સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઇનું પાણી બંધ કરાયું છે. જેને લઇ પાંચ તાલુકાના ખેડૂતોએ સોમવારે લાખણી મામલતદારને આવેદનપત્ર આપી પાણી માટે રજૂઆત કરી હતી.રવી સીઝનમાં એરંડા, રાયડા, બટાટાની સિઝનનું ખેડૂતોએ વાવેતર કર્યું છે. ત્યારે કાંકરેજ તાલુકાના ચાંગા પંપીંગ સ્ટેશનથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરવાથી ખેડૂતોમાં રોષ ફેલાયો હતો.

જેને લઇ દિયોદર, લાખણી, ડીસા સહિતના તાલુકામાં સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઇનું પાણી બંધ થઇ જતાં બનાસકાંઠાના પાંચ તાલુકાના ખેડૂતોએ લાખણી મામલતદારને સોમવારે આવેદનપત્ર આપ્યું હતું. અને જો 48 કલાકમાં પાણી નહિ છોડવામાં આવે તો બનાસકાંઠા પાંચ તાલુકાના ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે અને ચાંગા પંપીંગ સ્ટેશન ઉપર ધરણા નાખશે. કોરોનાની મહામારીનાં કારણે લિમિટેડ ખેડૂતો આવ્યા છીએ. જો પાણી નહિ છોડવામાં આવે તો કોરોનાને એકબાજુ રાખીને ધરણાં નાખશે તેની પુરે પૂરી જવાબદારી સરકારની રહેશે.’

અન્ય સમાચારો પણ છે...