તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવચન:તપથી શરીર અને મન પર કાબૂ આવે છે : મુનિરાજ

થરાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થીરપુર તીર્થમાં થરાદમાં ચારિત્રરત્ન વિજયજી મહારાજનું આગમન

જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયન્તસેન સૂરીશ્વરજી મહારાજના શિષ્ય નારોલી નગરના પનોતા પુત્ર મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજ થરાદ તાલુકાના અનેક ગામોમાં ધર્મનો ઉપદેશ તેમજ ધાર્મિક, સામાજિક અને જીવદયાનાં કાર્ય કરવાની પ્રેરણા આપતા થતાં ગુરુવારે થરાદ નગરે પદાર્પણ કર્યું હતું.

મુનિરાજશ્રીએ નગર સુપ્રસિદ્ધ મહાવીર સ્વામી જીનાલયમાં ભગવાનના દર્શન કરીને નિર્માણાધિન થરાદ નગરના પરમ ઉપકારી જૈનાચાર્ય શ્રી જયન્તસેન સૂરીશ્વરજી મહારાજાના મંદિરનું અવલોકન કર્યું હતું. જૈન ઉપાશ્રયમાં મુનિરાજશ્રીનું પ્રવચન યોજાયું હતું. ધર્મ સભામાં મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજે જણાવ્યું કે ‘પરમાત્માએ જગતનાં હિત માટે ધર્મ ચાર પ્રકારે બતાવ્યો છે. દાન, શીલ, તપ અને ભાવ. ચાર પ્રકારનો ધર્મ જીવની આહાર, ભય, મૈથુન, પરિગ્રહ જેવી ચાર સંજ્ઞાઓનો નાશ કરે છે અને જીવને સર્વદોષ તથા દુ:ખોથી મુક્ત કરે છે.

ત્યાગધર્મની શરૂઆત દાનથી થાય છે. દાન એટલે સ્વામિત્વનો ત્યાગ, જે પોતાનુ છે તેનો નિ:સ્વાર્થ ભાવે ત્યાગ કરવો. શીલ એટલે સદાચાર. આત્મવિકાસમાં શીલ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તપથી શરીર અને મન પર કાબુ આવે છે. કર્મની નિર્જરા તપ દ્વારા થાય છે. પ્રગતિ કે પતનનો આધાર ભાવ છે, આ ચાર પ્રકારના દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારે ધર્મકરણી કરવા નો જન્મ એટલે મનુષ્ય નો ભવ મુનિરાજે કહ્યું કે ‘પ્રત્યેક જીવમાં વ્યક્ત કે અવ્યક્ત રુપે ચાર સંજ્ઞા તો હોય છે જ. આહાર, ભય, મૈથૂન, પરિગ્રહ ચાર પ્રકારની સંજ્ઞા એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવમાત્રને હોય છે. સૃષ્ટિના દરેક જીવનો મોટાભાગનો સમય આહાર શોધવામાં, આહાર માટેના પુરુષાર્થમાં અને આહાર ગ્રહણ કરવામાં જ જાય છે. આહાર સંજ્ઞા પર જે વિજય મેળવી શકે છે તે એકને એક દિવસ અનાહારક પદને એટલે કે મોક્ષને પામે છે.

અન્ય સમાચારો પણ છે...