તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:થરાદ પાલિકામાં એમ્બ્યુલન્સ ના અભાવે નગરજનો પરેશાન

થરાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક

થરાદ નગરપાલિકા ખાતે એમ્બ્યુલન્સ નહીં હોવાથી નગરના લોકોને કોરોના સંક્રમણ મહામારીમાં બીમાર દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સંક્રમણ છતાં નગરપાલિકા દ્વારા નગરજનો માટે એક એમ્બ્યુલન્સ સેવા ઉભી નહિ કરવામાં આવતાં કોરોના સંક્રમણ પોઝિટિવ દર્દીઓને ઈમરજન્સી સારવાર માટે હોસ્પિટલમાં પહોંચવા ઓટો રીક્ષા તેમજ ખાનગી એમ્બ્યુલન્સો બોલાવવાની ફરજ પડતાં દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાલિકા ખાતે અગાઉ એક એમ્બ્યુલન્સ વસાવવામાં આવી હતી. જે કંડમ થયાને વર્ષો વિતી ગયાં હોવા છતાં પાલિકાના સત્તાધીશોએ નવી એમ્બ્યુલન્સ ખરીદવાનું નામ લીધું જ નથી. ત્યારે 22 માર્ચ-2020 ના રોજ જનતા કરફ્યુ લાંબા સમય સુધી લોકડાઉન રહ્યું હતું. ત્યારબાદ અનલોક થતાં બજારમાં ધંધા રોજગાર શરૂ થતાં પાલિકા દ્વારા રસ્તા તેમજ અન્ય વિકાસના કામોમાં કરોડો રૂપિયા વપરાયા પણ હાલની કપરી પરિસ્થિતિમાં નગરજનોને જરૂરિયાત મુજબ નીવડતી એમ્બ્યુલન્સ વસાવવાની સૂઝ કેમ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો