તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રામસભા:ઘેસડા ગ્રુપ ગામ પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

થરાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

થરાદના ઘેસડા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે સરપંચ જેતસીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગ્રામ સભા યોજાઈ હતી. જેમાં ડેપ્યુટી સરપંચ, તલાટી કમ મંત્રી મીનાબેન, રેવન્યુ તલાટી રતનશીભાઈ તથા તમામ ગ્રામ પંચાયત સભ્યો, દૂધ ઉત્પાદન ચેરમેન તેમજ મંત્રી, સેવા સહકારી ચેરમેન તેમજ મંત્રી, બંને ગામોના તમામ સમાજના આગેવાનો તેમજ યુવા મિત્રો હાજર રહ્યા હતા. જેમાં હાલમાં કોરોના કહેર વધ્યો હોવાથી કોરોના વિશે ચર્ચા કરી તેમજ હાલમાં સરકારના કાયદા મુજબ જે નવીન 20 કામો જેમાં વિધવા સહાય રેશનકાર્ડ સુધારા જેવા કામો પંચાયતમાં થશે તેની માહિતી આપી હતી. હાલમાં gpdp અંતર્ગત નવીન કામોની સમીક્ષા કરી અને હાલમાં ચાલુ કામોની સમીક્ષા કરી સોશિયલ ડિસ્ટન્સ તેમજ સેનેટરાઈજ તેમજ માસ્ક સાથે મિટિંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...