મંત્રાલય દ્વારા દર વર્ષે સમગ્ર દેશમાં પ્રજાલક્ષી સેવાઓ માટે સારી કામગીરી કરનારી પંચાયતોને સન્માનમાં તેમને પ્રોત્સાહન આપવા પંચાયતોનું સન્માન કરે છે. જેમાં રાજ્યની નામાંકિત 297 પૈકી 7 અને તેમાં પણ બનાસકાંઠામાંથી એકમાત્ર થરાદની ઘેસડા ગૃપ ગ્રામ પંચાયતનો સમાવેશ થતાં બનાસકાંઠામાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી જવા પામી હતી.
દરેક રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરતી ગ્રામ પંચાયતોને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાતી હોઇ ગુજરાત રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાંથી 297 ગ્રામ પંચાયતોએ પોતાનું નામાંકન નોંધાવ્યું હતું. જેમાંથી રાજ્યની કુલ 7 પંચાયતની પસંદગી થવા પામી હતી. જે પૈકી બનાસકાંઠામાંથી એકમાત્ર થરાદની ઘેસડા ગ્રામપંચાયતની દિનદયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર (DDUPSP) -22 (વર્ષ- 2020-2021 માટે) પસંદ થવા પામી હતી. જેને આગામી તારીખ 24 એપ્રિલ (દર વર્ષે) ઉજવાતા રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
આ અંગે ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ જેતસીભાઇ પટેલએ જણાવ્યું હતું કે ‘જેની દરખાસ્ત તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી જીગરભાઈ પટેલ દ્વારા તારીખ 15 જાન્યુઆરીએ કરવામાં આવી હતી. ગ્રામ પંચાયતના રેવન્યુ તલાટી રતનશીભાઈ, તાત્કાલિન તલાટી કમ મંત્રી મીનાબેન તેમજ હાલના તલાટી કમ મંત્રી પાયલબેન તથા ઘેસડા પંચાયતના ડેપ્યુટી સરપંચ અને તમામ સભ્યોએ તાલુકા પંચાયતના કર્મચારીઓ સાથે મળીને ઘેસડા અને કરણપુરાના તમામ ગ્રામજનોના હિતમાં અનેક કામો કર્યાં હતાં.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.