તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
થરાદના ભાપી ગામની સીમમાંથી પસાર થતી ઢીમા બ્રાન્ચ નર્મદા નહેરના ગેટમેને કેનાલમાં વધુ પાણી છોડતાં કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડતાં 12 જેટલા ખેડૂતોના ખેતરોમાં શિયાળાની ઋતુમાં પુરગ્રસ્ત જેવી સ્થિતિ સર્જાઇ હતી. તેમજ ખેતમજુર પરિવારોના ઘરોમાં કેડ સમુ પાણી ઘુસી જતાં ઘરવખરી સહિત અનાજની બોરીઓને નુકશાન થયું હતું.
મુખ્ય નર્મદા નહેરમાંથી જોડાતી ઢીમા શાખા નહેર ભાપી ગામની સીમમાંથી પસાર થઈ રહી છે. ત્યારે રવિવારે રાત્રીના સમયે બ્રાન્ચ નહેરમાં ગેટમેન દ્વારા વધુ પ્રમાણમાં પાણી છોડી દેવામાં આવતાં બ્રાન્ચ નહેર ઉપરના કિનારેથી માત્ર ત્રણથી ચાર ફૂટ સુધી પાણી નીચું જોવા મળ્યું હતું. ત્યારે સીએચ 973 નંબરના પુલિયા નજીક ઉત્તર દિશાના ભાગે 20 ફૂટ જેટલું ગાબડું પડતાં મહેન્દ્રભાઈ ધનેશ્વર ત્રિવેદીના આવેલા નવ હેકટરના ખેતરમાં કરેલા જીરું, રાયડાના પાકમાં ચારે તરફ પાણી ફરી વળતાં ખેતર માલિકે સોમવારે સવારે વહેલા નર્મદા વિભાગને જાણ કરી હતી. પરંતુ મુખ્ય નર્મદા નહેરમાં પાણીની આવક વધુ હોવાના કારણે બ્રાન્ચ નહેરનો ગેટ બંધ કરે તેવી શક્યતા રહી ન હતી. આથી સતત પાણીનું વહેણ શરૂ રહેતાં ભાપી ગામના તેમજ લોરવાડા ગામના ખેડૂતોના સિમ ખેતરોમાં પાણી ફરી વળતાં અંદાજીત 70 હેકટરથી વધુ ખેતીની જમીનમાં પાણી-પાણી નજરે પડતાં શિયાળાની ઋતુમાં ચોમાસામાં વરસાદથી સર્જાતા પુરગ્રસ્ત પરિસ્થિતિ સર્જાઈ હતી.
ખેતર જળબંબાકાર બની જતાં રહેણાંકમાં કેડ સમુ પાણી ઘુસી જતાં પરિવારો પોતાનો જીવ બચાવવા ઠંડીની ઋતુમાં ઘર તેમજ છાપરાઓમાંથી નાના બાળકોને લઈને બહાર નીકળવું પડ્યું હતું તેમજ પશુપાલન સહિત ઘરવખરી પાણીમાંથી બહાર લવાઈ હતી. ત્યારે અનાજ સહિત જણસીની બોરીઓ પાણીમાં ભીંજાઈ જવાથી કેટલાક ખેડૂત પરિવારોને મોટું નુકશાન સર્જાયું છે. નર્મદા નહેર કાર્યપાલક ઈજનેર જીગર ચૌધરીએ જણાવ્યું હતું કે ‘નહેરમાં ખેડૂતો સિંચાઈ માટે પોતાના એન્જીન મશીનો મૂકી તેના હસ્તા પાઇપો નહેરમાં મુકવાથી નહેરમાં ગાબડું પડ્યું છે તેવું કહી ખેડૂતો પર દોષનો ટોપલો ઢોળ્યો હતો.’
આ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા
ડાહ્યાભાઈ દરઘાભાઈ પટેલ, અભાભાઈ કાંનાભાઈ પટેલ, દલાભાઈ રાજાભાઈ પટેલ, રાંણાભાઈ રાજાભાઈ પટેલ, નરબતભાઈ ગજાભાઈ પટેલ, અમરતભાઈ વલજીભાઈ બ્રાહ્મણ, રામદાસભાઈ નરભાભાઈ ગલચર, હરસેનગભાઈ પરખાભાઈ પટેલ.
તિરાડોને લીધે ગાબડું પડ્યું હોવાનું અનુમાન
નહેરની કેપેસિટી 400 ક્યુસેક પાણીની છે ત્યારે રવિવારે સાંજે 350 ક્યુસેક પાણી છોડાતાં આગળના મશીનો રાત્રે બંધ હોવાથી પાણીની સપાટી ઉપર આવતાં તિરાડોમાં પાણી લિકેઝ થતાં ગાબડું પડ્યું હોવાનું કહી શકાય. - દિનેશભાઇ દાંતીયા(કોન્ટ્રાક્ટર સુપરવાઝર)
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.