તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:થરાદના રાહ ગામમાં પશુઆહારના વેપારી સાથે રૂ.1.29 કરોડની ઠગાઈ

થરાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પાપડી, ચુરી, મકાઇ ખોળ સહિતના પશુઆહારની બોરીઓ ખરીદી કરી હતી,3 શખસો સામે ફરિયાદ

થરાદના રાહ ગામમાં પશુઆહારના વેપારી પાસેથી 3 શખસોએ પાપડી, ચૂરી, મકાઇ ખોળ સહિતનો પશુઆહારની બોરીઓ ખરીદી નાણાં ન આપી રૂ.1.29 કરોડની ઠગાઇ કરી હતી. જેથી વેપારીએ થરાદ પોલીસ મથકે 3 શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

થરાદ તાલુકાના લખાપુરા ગામના ગોવિંદભાઇ પુંજાભાઇ રબારી રાહ ગામમાં પશુઆહારની દુકાન ચલાવે છે. જેમને થરાદ પોલીસ મથકે 3 શખસો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ શામળાભાઇ મકવાણા ગોવિંદભાઇને દુકાને અવાર-નવાર ખરીદી અને વેચાણ અર્થે આવતા હોવાથી વિશ્વાસ કેળવ્યો હતો. જ્યારે પ્રદિપભાઇ માળી અને પંકજભાઇ માળી પણ આવતાં હતા.

ત્યારે આ ત્રણ શખસોએ ગોવિંદભાઇ પાસેથી ડિસેમ્બર 2020 થી જાન્યુઆરી 2021 બે માસમાં અંદાજે 15 હજાર બોરી પાપડી, ચુરી, મકાઇ ખોળ સહિતના પશુઆહાર કિંમત રૂ. 1,29,560 ની ખરીદી કરી હતી. જ્યારે 1 ફેબ્રુઆરીએ નાણાં આપવાનું કહ્યા બાદ મોબાઇલ બંધ કરી દીધો હતો. જેથી ગોવિંદભાઇને લાગ્યું કે મારી સાથે છેતરપિંડી થઇ છે. જેથી તેમણે થરાદ પોલીસ મથકે શામળાભાઇ કલાજી મકવાણા (રહે.પાંથાવાડા), પ્રદિપભાઇ માળી અને પંકજભાઇ (બન્ને રહે. રાજસ્થાન) સામે લેખિત રજૂઆત કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો