તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:રિવોલ્વરની અણીએ ચાર શખ્સોએ માંગરોળ પેટ્રોલપંપના કર્મીને લૂંટ્યો

થરાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

થરાદ-સાંચોર હાઇવે ઉપર માંગરોળ ગામ નજીક આવેલા પેટ્રોલપંપના કર્મચારીને રવિવારે વહેલી સવારે કારમાં આવેલા 4 શખ્સો રિવોલ્વર ભિડાવી રોકડ સહિત કુલ રૂ.4500ની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. માંગરોળ ગામ નજીક આવેલા પેટ્રોલપંપના કર્મચારી સુરેશભાઇ રમેશભાઇ ચૌધરી રવિવારે વહેલી સવારે 3 વાગ્યે સુતા હતા.

ત્યારે કારમાં આવેલા શખ્સને ઉધારમાં ડિઝલ ભરવાનું કહેતા ના પાડી હતી. જે પછી 3.40 કલાકે ફરી આવી 4 શખ્સો પૈકી એક શખ્સે સુરેશભાઇને રિવોલ્વર બતાવી ઓફિસમાં લઇ જઇ લોકર ખોલવાનું કહ્યુ઼ં હતુ. જોકે, તેના ખોલતાપંપની ઓફિસની પાછળ લઇ જઇ માર મારી રૂ.2500, મોબાઇલ મળી રૂ.4500ની લૂંટ કરી હતી.

સુરેશભાઇ તેમના સકંજામાંથી છુટીને બીજા કર્મચારીઓને જગાડ્યા હતા. પણ આ શખ્સોએ રિવોલ્વર બતાવી લોકરની ચાવી માંગી હતી. જોકે, તેમના ઉપર ગોદડું નાંખી કર્મીઓ નાસી ગયા હતા. નાસતી વખતે પ્રવિણભાઇ વાઘાભાઇ પટેલ પડી જતાં ઇજાઓ થઈ હતી. આ અંગે પેટ્રોલપંપના માલિક રમેશકુમાર દેવરામભાઇ પટેલે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...