યોગાસન ચેમ્પિયનશિપ:સુરતમાં સ્ટેટ યોગાસન ચેમ્પિયન શિપમાં જિલ્લાના ચાર ખેલાડીઓએ મેદાન માર્યું

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત ખાતે ગુજરાત સ્ટેટ યોગ એસોસીએશન દ્વારા તારીખ 30/31 ઓક્ટોબરનાં રોજ સ્ટેટ યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોફેસર ડૉક્ટર મિહિરભાઈ દવેના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાંથી 16 ખેલાડીઓની ટીમ સુરત મુકામે ભાગ લેવા ગઈ હતી. નેશનલ યોગા રેફરી તરીકે ડૉક્ટર રિતેશ પ્રજાપતિએ સેવા આપી હતી. જે બદલ તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

સ્પર્ધકોમાં નેહા ઠક્કર પ્રથમ, મેહુલભાઈ ઓઝા, અશોકભાઈ પિસારા તૃતીય અને ચેતનકુમાર મોદી બીજા નંબર પર પોતપોતાની કેટેગરીમાં લાવ્યા હતા. જે ચાર સ્પર્ધકો નેશનલ રમવા જશે. ટીમ મેનેજર તરીકે મિલન રાવએ સેવા આપી હતી. સમગ્ર ઇવેન્ટનું સફળ આયોજન ગુજરાત સ્ટેટ યોગા એસોસીએશન સેક્રેટરી પરેશભાઈ ભટ્ટ અને તેમની ટીમે કર્યું હતું.તસવીર-વિષ્ણુ દવે

અન્ય સમાચારો પણ છે...