છેતરપિંડી:લાખણીમાં ખેતીની જમીન પચાવી પાડવા ચાર શખ્સોએ ખોટું પેઢીનામું ,સોગંદનામું રજૂ કર્યું

થરાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય વારસદારો હોવા છતાં પેઢીનામામાં ન બતાવી ખોટું પેઢીનામું બનાવ્યું

લાખણી તાલુકાના મોટાકાપરામાં એક ખેડૂતે અન્યને વેચાણ આપેલી જમીન પચાવી પાડવા માટે જાકોલ ગામના ચાર શખ્સોએ મળીને ખોટું પેઢીનામું રજૂ કર્યું હતું. આ અંગે આગથળા પોલીસે ચાર સામે ગુનો નોંધ્યો હતો. લાખણીના દેહળાજી ચતુરજી ઠાકોર (રહે. મોટાકાપરા)એ ગામમાં આવેલી માલિકીની જમીન રબારી પરબતભાઈ પીરાભાઈ (રહે. મોટાકાપરા) અને ખોડાભાઈ ગમનભાઈ (રહે.નાંણી)ને 3 લાખમાં વેચી હતી. પરંતુ વેચાણ નોંધ રદ કરાવવા ચમનાજી કરસનજી ઠાકોર (રહે.જાકોલ )એ દિયોદર નાયબ કલેકટરની કોર્ટમાં દાવો દાખલ કરાવ્યો હતો. ત્યારબાદ લાખણી પ્રિન્સિપાલ સિવિલ જજની કોર્ટમાં દાવો દાખલ કરાવ્યો હતો. જેમાં પુરાવાના ભાગરૂપે દેહળાજીના વડીલ હાજાજી માલાજી ઠાકોર તરીકે ઓખાજી સાંમતાજી ઠાકોરનું ખોટું પેઢીનામું તથા સોગંદનામુ કરી બીજા અન્ય વારસદારો હોવા છતાં પેઢીનામામાં ન બતાવી ખોટું પેઢીનામું બનાવ્યું હતું.

નાયબ કલેકટર દિયોદરની કોર્ટમાં રજુ કરવા તલાટી-કમ-મંત્રી જાકોલ સમક્ષ રજૂ કર્યું હતું. જેમાં મનુભાઈ દલિત (રહે.કાતરવા)એ ઓળખ તરીકેની સહી કરી હતી. તલાટીએ પેઢીનામું ગામના પંચો રૂબરૂ બનાવ્યું હતું. જેમાં હાજાજીની પુત્રી તથા ઓખાજી ઠાકોરના ચાર પુત્રો અને પાંચ પુત્રીઓ પણ દર્શાવવામાં આવ્યા ન હતા. અને બદઈરાદે સોગંદનામામાં સાક્ષી તરીકે તેમજ પેઢીનામામાં ખોટી માહિતી આપી તલાટીને ગેરમાર્ગે દોરી,નામ ન દર્શાવી ખોટું પેઢીનામું બનાવ્યું હતું.ઉપરોક્ત પૈકી ત્રણ વ્યક્તિએ પંચ સાક્ષી તરીકે ખોટી સહી અને ફોટા લગાવી તલાટી રૂબરૂ પંચનામામાં હાજર રહી અનુમોદન આપી ખોટું પેઢીનામું હોવાનું જાણતા હોવા છતાં પણ ખરા તરીકે ઉપયોગ કરી સર્વે નંબર 241ની હે.આરે.2.93.40 વાળી જમીન ખોટી રીતે પચાવી પાડવાનો કારસો રચ્યો હતો.આ બનાવ અંગે દેહળાજી ઠાકોરની ફરિયાદના આધારે આગથળા પોલીસે ચમનાજી કરસનજી ઠાકોર, પ્રતાપજી રાયચંદજી સોલંકી, મફાજી માધાજી સોલંકી તથા શંકરભાઈ વિહાભાઇ સોલંકી (રહે.જાકોલ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...