તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટ:થરાદ હાઈવે પર કારમાં આવેલ ચાર શખ્સે પિસ્તોલ બતાવી વડોદરાના વેપારીને લૂંટ્યો

થરાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
વેપારીને સારવાર અર્થે ખસેડાયો હતો. - Divya Bhaskar
વેપારીને સારવાર અર્થે ખસેડાયો હતો.
  • બળજબરીપૂર્વક ઘેનની ગોળી ખવરાવી રોકડ 5500, મોબાઇલ અને કારની લૂંટ

રાજસ્થાના સાંચોરના વતની અને વડોદરામાં સ્ટીફ ફર્નિચરનો ધંધો કરતાં વેપારી લોકડાઉન હોવાથી વતન આવ્યા હતા. ત્યાંથી સોમવારે પરત જતી વખતે થરાદ-ડીસા હાઇવે પર આઇટીઆઇ નજીક કારમાં આવેલા ચાર શખસોએ કાર રોકાવી પિસ્તોલ બતાવી કારમાં બેસી બળજબરીપૂર્વક ઘેનની ગોળી ખવરાવી 5500 રોકડ, મોબાઇલ અને સ્વીફ્ટ કારની લૂંટ કરી પલાયન થઇ ગયા હતા.

સાંચોરના અચલપુરા ગામના અને વડોદરા ખાતે સ્ટીલ ફર્નિચરનો ધંધો કરતાં દાનારામ રગારામ ચૌધરી લોકડાઉન થતાં તેમના વતન ગયા હતા અને લોકડાઉન હળવું થતાં તેઓ પરત વડોદરા જવા માટે તેમની કાર લઇ નિકળ્યા હતા. ત્યારે થરાદ તાલુકાના દાંતીયા ગામના મિત્ર નીલાભાઇને અમદાવાદ આવવાનું હોવાથી કારમાં બેસાડ્યા હતા.

થોડે આગળ જતાં જ રસ્તામાં સફેદ રંગની કાર આવી ચાર શખસોએ ઉતરી દાનારામની કારને ઉભી રખાવીને પિસ્તોલ બતાવી અને કારમાંથી ઉતારી અને કારમાં પાછળ બેસાડી ડીસા તરફ લઇ જઇ રસ્તામાં મોબાઇલ, રોકડ રૂ. 5500 પડાવી લીધા હતા. તેમજ દાનારામ અને તેમના મિત્રને ઘેનની ગોળી ખવડાવી અને રસ્તામાં ઉતારી દઇ કાર લઇને લૂંટારુંઓ ફરાર થઇ ગયા હતા. દાનારામ ચૌધરીએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પાંચ ટીમો બનાવી તપાસ હાથ ધરાઇ
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લૂંટારૂઓ ગાડી લૂંટના ઇરાદે આવ્યા હોવાનું અનુમાન છે. અત્યારે પાંચ ટીમો બનાવી રાજસ્થાન સુધી તપાસ હાથ ધરાઇ છે. સીસી ટીવી ફૂટેજ કલેકટ કરવાની કાર્યવાહી ચાલુ છે.

કારની આગળ નંબર ન હતો પરંતુ પાછળ હતો
ડસ્ટર કારમાં આવેલા લૂંટારુઓની કારના આગળના ભાગે નંબર લગાવેલ નહતો. પરંતુ ગાડીની પાછળની નંબર પ્લેટમાં આરજે-46-ટીસી-8086 લખેલ હતો.

અન્ય સમાચારો પણ છે...