તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુમાન:થરાદ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ખડકેલા વાહનોમાં આગ, બે ગાડીને નુકસાન, ગાડીની ગેસ ટાંકી લિકેઝ થતાં આગ લાગી હોવાનું અનુમાન

થરાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

થરાદ પોલીસ મથકની હદમાં વિવિધ ગુન્હાઓમાં ઝડપાયેલા નાના મોટા વાહનો સંખ્યા બંધ ભેગાં થતાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં તમામ વાહનોનો ઉપરા ઉપરી ખડકલા કરવામાં આવ્યા છે. ત્યારે શનિવારે બપોર બાદ અચાનક વાહનોમાં આગ લાગતાં પોલીસ કર્મીઓમાં દોડધામ મચી જવા પામી હતી. ત્યારે આગને કાબુ કરવા નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં ફાયરટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુ કરવામાં આવતા પોલીસે રાહતનો દમ લીધો હતો.

આ અંગે ફાયરમેન વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે ‘આગ લાગેલી ગાડીની ગેસ ટાંકી લિકેઝ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન જાણવા મળેલ છે. ગેસ લિકેઝ હોવાથી કોઈએ બીડી ફેંકી હોય અથવા પથ્થર ફેંકવાથી ઘર્ષણ થવાના કારણે અચાનક આગ લાગી હોવાનું કારણ બની શકે તેવું જણાઈ રહ્યું છે. જેથી અમોને કોલ મળતાં ફાયરટીમ તાત્કાલિક ધોરણે પહોંચી જતાં પાણીનો મારો ચલાવી આગને કાબુ કરવામાં આવી હતી.જેમાં ડિટેન કબજે કરેલી માત્ર બે ગાડીઓને નુકશાન થયું છે બાકીની ગાડીઓને જાનહાની થતી બચાવી લેવામાં આવી છે.’આગ પર કાબુ મેળવાતાં વધુ ગાડીઓ આગની ઝપટમાં આવતાં બચી ગઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser