તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રની નફ્ફટાઇ:થરાદની મુખ્ય નર્મદા નહેરમાં બે માસથી 8 ફૂટના પડેેલા પોલાણથી ખેડૂતોમાં ભય

થરાદ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખેડૂતોએ નર્મદાના અધિકારીઓને જાણ કરવા છતાં આંખ આડા કાન

થરાદના જમડા ગામની સીમમાં પસાર થતી નર્મદા નહેર ચરા નામથી ઓળખાતી સીમમાં પુલિયા નજીક અલગ-અલગ બે જગ્યાએ બે માસ અગાઉ 8 ફૂટના પોલાણ થતાં ખેડૂતોમાં કેનાલ તૂટવાનો ભય સતાવી રહ્યો છે. ખેડૂતોએ નર્મદાના અધિકારીઓને જાણ કરવા છતાં આંખ આડા કાન કરી પોલાણનું પુરાણ કે રીપેરીંગ કરાયુ નથી.

ચરા નામથી ઓળખાતી સીમમાં પુલિયા નજીક અલગ-અલગ બે જગ્યાએ આરસીસી બાંધકામ દબાઇ જતાં પોપડાં ધરાસાયી થઇ જતાં આઠેક ફૂટના પોલાણ સર્જાવા પામ્યા છે. જેને લઈને મુખ્ય નર્મદા નહેર નજીક આવેલા ખેતર માલિકોને નુકશાન થવાની ભીતિ સર્જાઈ શકે તેમ છે. આ અંગે ખેડૂતપુત્ર વિક્રમસિંહ રાજપુતે જણાવ્યું હતું કે ‘અમારા ખેતરની સામે મુખ્ય નર્મદા નહેરમાં બે જગ્યાએ પોલાણ સર્જાતાં અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. જેને બે માસથી વધુનો સમય વિતી ગયો હોવા છતાં પોલાણનું પુરાણ કે રીપેરીંગ કરવામાં આવ્યું નથી.

મુખ્ય નર્મદા નહેરના અધિકારી ઇમામભાઈએ જણાવ્યું હતું કે ‘મુખ્ય નહેરમાં પડેલા પોલાણ અમારા ધ્યાને આવેલ છે પરંતુ હાલમાં ઉનાળાની સિઝન ચાલતી હોવાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત હોવાથી હાલમાં પોલાણ રીપેરીંગ કરવું શક્ય નથી. જેના માટે પાણીની આવક બંધ કરાવવી પડે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો