ખેડૂતોમાં રોષ:થરાદમાં ભારતમાલા રોડમાં અપૂરતા વળતરને લઈ ખેડૂતો હવે આંદોલનનો માર્ગ અપનાવશે

થરાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાંતડાઉ ગામના ખેડૂતોના વ્હારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ પણ દોડી આવ્યું

થરાદમાંથી પસાર થતા ભારતમાલા રોડના કોન્ટ્રાકટરોની અપુરતું વળતર આપી બળજબરીપુર્વક ખેડૂતોના ખેતરોમાં ઘુસી મકાનો તોડી પાડવા સહિતની કામગીરીને લઇને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરોની શનિવારે ખેડૂતો સાથે બેઠક મળી હતી. જો ખેડૂતોને ન્યાય નહી મળેતો આંદોલનનો નિર્ધાર કર્યો હતો. થરાદ પંથકમાંથી કેન્દ્ર સરકારનો મહત્વાકાંક્ષી ભારતમાલા રોડ પસાર થાય છે. સરહદી પંથકના ખેડૂતો અપુરતું વળતર, રસ્તાઓ અને વધારાની જમીન કપાતી હોવા સહિતના અનેક પ્રશ્નોના મુદ્દે અવારનવાર તંત્રને લેખિત-મૌખિક ફરિયાદો કરી ચુક્યા છે. પરંતુ નેશનલ હાઇવે ઓથોરીટીના જવાબદાર અધિકારી કોન્ટ્રાક્ટરો તેમની મનમાની કરીને બળજબરીપૂર્વક કામગીરી કરી રહ્યા હોવાની ફરિયાદો વારંવાર ઉઠી રહી છે. ત્યારે શનિવારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ થરાદ તાલુકાના વાંતડાઉ ગામે ખેડૂતોને મળી હતી. આ અંગે પ્રમુખ પથુભાઇએ જણાવ્યું હતું કે ‘વાંતડાઉ ગામના ખેડૂતોને બળજબરીપૂર્વક ધમકાવીને એમના મકાનો તોડી દેવામાં આવે છે. વાંતડાઉ ગામના 100 ખેડૂતોનો પ્રશ્ન છે. ખોટી માપણી કરીને ભારતમાલા 6 લાઈન રોડનું કામ કરવામાં આવ્યું છે. આ પ્રશ્નોને વાચા આપવા 10 જાન્યુઆરીએ થરાદ ખાતે પ્રાંત અધિકારીને મળીશું. છતાંય કોઇ નિરાકરણ નહી આવે તો ઉગ્ર આંદોલન પણ કરશે.’

અન્ય સમાચારો પણ છે...