લાખણી તાલુકાના દેતાલ ડુવા ગામમાં બુધવારે એક ખેડૂતના ખેતરમાંથી દારૂગોળો ભરેલો વિસ્ફોટક બોમ્બ જેવો પદાર્થ મળી આવતા ભારે અફરાતફરી સાથે ઉત્તેજનાનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. પોલીસે જાણવા જોગ રજીસ્ટરે નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.પીઆઇએ ખરેખર આ પદાર્થ શું છે તે બોમ્બ સ્ક્વોડની ટીમ જ જણાવી શકે તેમ જણાવ્યું હતું.
લાખણી તાલુકાના દેતાલ ડુવા ગામમાં અમીચંદ ઝાલાજી ઠાકોરના ખેતરમાં રહેલા બાળકોને બુધવારે એક બોમ્બ જેવો આકારનો પદાર્થ મળી આવ્યો હતો. બાળકોએ તે પોતાના પરિવારને બતાવતા પરિવારના એક શિક્ષિત વ્યક્તિને તે શંકાસ્પદ લાગતા આ અંગે થરાદ પોલીસ મથકને જાણ કરી હતી. આથી થરાદના મદદનીશ પોલીસ અધિક્ષક પૂજા યાદવ પોલીસ મથકના કર્મચારીઓની ટીમ સાથે અમુભાઈના ખેતરે દોડી આવી હતી. અને બોમ્બ જેવા લાગતા આ વજનદાર પદાર્થ અંગે વધુ તજવીજ હાથ ધરી હતી.
પીઆઈ જે.બી.ચૌધરીએ જણાવ્યું હતું કે ‘ખેતરમાંથી મળી આવેલી જેવી લાગતી કદાચ-કદાચ બોર બનાવતી વખતે જમીનમાં વિસ્ફોટ કરવા માટે વપરાઈ હોય અને કદાચ એકાદ ગોળો બહાર રહી ગયો હોય તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. થરાદ પોલીસે જાણવા જોગ રજીસ્ટરે નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ખેડૂતે પ્લાસ્ટીકના દડા જેવા બે મોઢા આકારની શંકાસ્પદ વસ્તુમાં દારૂખાનાનો પાવડર તેમજ મગના દાણા જેવી ગોળીઓ મળી આવેલ હોઇ કાયદેસરની કાર્યવાહી થવા જણાવ્યું હતુ.
દડામાં દારૂખાનાનો પાવડર ભરેલો હતો
લાખણીના દેતાલ ડુવામાં બોમ્બે મળ્યાની જાણ કરાતાં પોલીસ અને બીએસટીની ટીમો દોડી આવી હતી. જોકે આ અંગે થરાદના મદદનીશ પોલીસ અધિક્ષક પૂજા યાદવે જણાવ્યું હતું કે, ‘પ્લાસ્ટિકના ગોળ દડામાં દારૂખાનું ભરીને કોઈએ મૂક્યો હોવાનું જણાવીને બોમ્બ તેમજ હેન્ડ ફ્રેન્ડ જેવી શંકાસ્પદ ચીજ હોવાની અફવા પર પૂર્ણવિરામ મુક્યું હતું.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.