તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:થરાદના કાસવી માઇનોર-૨ કેનાલનું લેવલીંગ કરવા માંગ

થરાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વારંવાર કેનાલો તૂટી જવાને કારણે ખેતરો બેટમાં ફેરવાતાં ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે

થરાદના કાસવી માઇનોર-૨ કેનાલનું લેવલીંગ કરવા માંગ ઊઠી છે.આ અંગે ખેડૂતે નર્મદા વિભાગને રજૂઆત કરી છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના લોકો ખેતી માટે કેનાલના પાણી પર નિર્ભર છે. જ્યાં રવિ સિઝનમાં ખેડૂતોએ પોતાના ખેતરોમાં મોંઘામૂલો પાકતો ઉગાડી દીધો પરંતુ કેટલાંક વિસ્તારોમાં કેનાલનું પાણી ન મળવા તો કેટલાંક વિસ્તારોમાં કેનાલો તૂટી જવાને કારણે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાતાં ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

ત્યારે થરાદના કાસવી ગામેથી પસાર થતી દૈયપ ડિસ્ટ્રીબ્યુટરી માઇનોર 2 કેનાલમાં લેવલિંગનું કામ થયેલું ન હોવાથી ખેડૂતોને પડતી હાલાકીને ધ્યાને લઈ ખેડૂતોએ કેનાલનું લેવલિંગનું કામ પુરું કરવા નર્મદા નિગમને લેખીત રજૂઆત કરી છે. અને કેનાલનું લેવલીંગ કામ પૂર્ણ કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો