કાર્યવાહી:ડીસાની પરિણીતાને મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું

થરાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લક્ષ્મીપુરાના શખ્સ સામે આગથળા પોલીસમાં ફરિયાદ

ડીસા તાલુકાના એક ગામની પરિણીતા પર એક વર્ષ પુર્વે બળજબરીપૂર્વક યુવકએ દુષ્કર્મ આચર્યા બાદ ફરીથી તેવી રીતે દુષ્કર્મ કરતાં આ વખતે પરિણીતાનો પતિ આવી જતાં ઝડપાઇ ગયો હતો. આથી હોબાળો થતાં ખોટા કેસમાં ફસાવી નાખવાની ધમકી આપી નાસી છુટયો હતો. પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

એક ગામની મહિલા એક વર્ષ પહેલાં ખેતરમાં ઢોર દોહવા માટે એકલી ગઈ હતી. આ વખતે હરેશભાઈ મનસુખભાઈ વારેચા (રહે.લક્ષ્મીપુરા)એ તેણીના ખેતરમાં આવી એકલતાનો લાભ લઇ મોઢું દબાવી બળજબરીપુર્વક દુષ્કર્મ કરીને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી બીકના કારણે તેણીએ કોઈને વાત કરી ન હતી. જ્યારે મંગળવારના સવારના સાડા પાંચ વાગ્યે પણ હરેશભાઈ મનસુખભાઈ વારેચા બાઇક લઇને તેણીના ખેતરે આવીને એજ રીતે એકલતાનો ફાયદો ઉઠાવી ફરીથી દુષ્કર્મ કર્યું હતું.

જો કે આ વખતે તેણીનો પતિ આવી જતાં પતિને બનાવની વાત કરી હતી. આથી હરેશભાઈ ત્યાંથી ભાગવા જતાં પતિએ તેને પકડી રાખીને કેમ આવ્યો છે તેવું પુછતાં તેણે તેણીના પતિ સાથે ઝપાઝપી કરી હતી. વધુ હોબાળો થતાં આજુબાજુ માણસો આવી જતાં લોકોએ તેને સમજાવતાં બાઇક મુકી જતો રહ્યો હતો. તેમજ આ વાતની કોઈ ફરિયાદ કરશે તો એટ્રોસિટીના કેસમાં ફસાવવાની ધમકી આપી જતો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...