કાર્યવાહી:ડીસાથી ચોરેલા બાઇક સાથે રાજસ્થાની થરાદથી ઝડપાયો

થરાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે વાહન ચેકિંગ દરમિયાન દબોચી લીધો

થરદમાંથી ડીસાથી ચોરાયેલા બાઇક સાથે રાજસ્થાની શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. થરાદના પી.આઇ.જે.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ વાહન ચેકીંગને દુરથી જોઇ યુ ટર્ન લઈ સાંચોર તરફ ભાગતાં શંકાના આધારે પોલીસે તેનો પીછો કરી રાજુરામ લાલારામ બિશ્નોઈ (રહે. સેડીયા,કાબુલી ઢાણી, તા.સાંચોર, જિ.જાલોર-રાજસ્થાન)ને રોકાવ્યો હતો. તેમજ તેની પાસેના નંબર વગરના બાઇકનાં કાગળ માંગતાં નહીં હોવાનું જણાવ્યું હતું.

પોલીસે એન્જીન ચેચીસ નંબરો પોકેટ કોપ(ઈ-ગુજકોપ) એપ્લીકેશનમાં સર્ચ કરતાં જીજે-08-એડી-7891 અને તેના માલિક સાગરભાઈ મફાભાઈ ચેલાણા (રહે.ડીસા)નું જણાયું હતું. સાગરભાઈને પુછતાં તેમનું બાઇક એક નવેમ્બરના રોજ ડીસાથી ચોરાયું હોવાનં જણાવ્યું હતું. સાંચોર,જિ.જાલોર-રાજસ્થાન પોલીસ મથકમાં પણ CR No.0554/2021 IPC મુજબનો ગુનો નોંધાયેલ હોવાનું જાણવા મળતાં પોલીસે રૂ.15000ના બાઇક સાથે અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...