અકસ્માત:માસીના ઘરે લગ્નમાં હાજરી આપી પરત આવતાં થરાદના ભાઈ-બહેનનાં મોત

થરાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાઈનું માથું ધડથી અલગ તો હાથ દૂર ફેંકાયા,બહેન પણ રોડ પર પટકાઈ
  • થરાદ-સાંચોર હાઇવે પર વાહનચાલકે બાઈકને ટક્કર મારતાં 2ના મોત

થરાદ સાંચોર હાઇવે પર આવેલા બુઢનપૂર જાણદી વચ્ચે  અજાણ્યા વાહન ચાલકે મોટરને ટક્કર મારતાં બાઈક સવાર ભાઈ-બહેનના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતાં.

વાહન ચાલક ફરાર થઇ ગયો હતો.ઘટના સ્થળે લોકોના ટોળોટોળા એકત્રીત થઇ ગયા હતા

થરાદના વખારવાસના રહેવાસી દીપકભાઈ રમેશભાઈ હડિયલ(ઉ.વ આશરે 19) અને તેમના બહેન સવિતાબેન રમેશભાઈ હડિયલ(ઉ.વ આશરે 21)  બંને થરાદના કેશરગામે માસીના ઘરે લગ્ન હોવાથી બાઈક(જીજે 38-એ.5695) લઈ બે દિવસ અગાઉ લગ્ન પ્રસંગમાં ગયાં હતાં. તેઓ લગ્ન પ્રસંગ પતાવી મંગળવારે પરત ઘરે ફરતાં હતા.ત્યારે થરાદ સાંચોર હાઇવે પર બુઢનપુર-જાણદી વચ્ચે પુર ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતાં દીપકભાઈનું માથું ધડથી અલગ થઈને હાઇવેથી દુર વાડમાં ફંગોળાયું હતું.તેમજ એક હાથ કપાઈ ગયો હતો.ત્યારે પાછળ બેઠેલી  બહેનના માથાના પાછળના ભાગે ગંભીર રીતે ઇજા થતાં બંને ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. વાહન ચાલક ફરાર થઇ ગયો હતો.ઘટના સ્થળે લોકોના ટોળોટોળા એકત્રીત થઇ ગયા હતા. ઘટના સ્થળે પહોચેલી પોલીસે  બંનેના મૃતદેહોને  પી.એમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતાં.ઘટનાને લઇ મૃતકોના પિતરાઈ કાકા લવજીભાઈ પૂંજાભાઈ હડિયલે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 

અન્ય સમાચારો પણ છે...