તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:થરાદના મલુપુર પાસે પાલનપુર સિવિલ સર્જનના વાહનને ડાલાએ ટક્કર મારી

થરાદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઇનોવાને ટક્કર મારતાં સિવિલ સર્જન, વહિવટી અધિકારી અને ડ્રાઇવરને ઇજા

થરાદ મલુપુરના પાટીયા પાસે પાલનપુર સિવિલ સર્જનના વાહનને જીપડાલાના ચાલકે ટક્કર મારતાં સિવિલ સર્જન, વહીવટી અધિકારી અને ચાલકને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડ્યા હતા.થરાદ રેફરલ હોસ્પિટલના ફાર્માસિસ્ટના વિરુદ્ધમાં અપાયેલા આવેદન બાબતે જવાબો તેમજ ખુલાસો કરવાની કાર્યવાહી કરવા પાલનપુર સિવિલ સર્જન સહિત વહીવટી અધિકારી સીડીએમઓ લખેલી પ્લેટવાળી ઇનોવા ગાડી લઈને શુક્રવારે પાલનપુરથી થરાદ જતા હતા.

ત્યારે ડીસા થરાદ હાઇવે પર આઈટીઆઈ કોલેજ પાસે સામેથી આવતા પિકઅપ જીપડાલા (GJ 02 XX 1843)ના ચાલકે ઇનોવા ટક્કર મારી હતી. સિવિલ સર્જન ડો. ભરતભાઇ મિસ્ત્રી, વહિવટી અધિકારી કેતનભાઈ જોષી તેમજ ડ્રાયવર બી. એમ. પરમારને ઈજાઓ થતાં થરાદ સરકારી હોસ્પિટલમાં બાદ પાલનપુર ખસેડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો