તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:થરાદના ગડસીસરમાં ચાર પુત્રી અને માતા પર પિતરાઇનો હુમલો

થરાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સગાઇ કરવા સાટા નહીં આપતાં કુંટંબીઓ પાઇપ લઇ તૂટી પડ્યા

થરાદના ગડસીસરમાં ચાર પુત્રી અને માતા પર પિતરાઇઓનો હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે.ગડસીસર ગામના ભુરાભાઇ ચેલાભાઇ પ્રજાપતિએ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે સોમવારે તેઓ પોતાના ખેતરમાં કામ કરતા હતા. આ વખતે તેમના ઘરે તેમના કુટુંબીઓ જગતાભાઇ નાગજીભાઈ પ્રજાપતિ, ખેમાભાઇ નાગજીભાઈ પ્રજાપતિ, જોધાભાઈ નાગજીભાઈ પ્રજાપતિ તથા રમીલાબેન જગતાભાઈ પ્રજાપતિ ચાર જણા આવ્યા હતા. અને તેમની માતાને અજુબેનને તમારે દીકરીઓ છે તો કેમ અમારા દીકરાને સગાઇ કરવા સાટા આપતા નથી.

તેમ કહેતા તેમની માતાએ મારે કોઇના સાટામાં દીકરીઓ આપવી નથી તેઓ જવાબ આપતાં અપશબ્દો બોલ્યા હતા. તેમ કરવાની ના પાડતાં લોખંડની પાઇપ અજુબેનની પીઠ તથા હંસાબેનને માથા તથા ગીતાબેનની કમરમાં અને લાકડી સવિતાબેન પગ તથા કપાળના ભાગે ફટકારી હતી. જ્યારે રમીલાબેને અજુબેનના માથાના વાળ ખેંચી નીચે પાડી દઇ માર માર્યો હતો.

આથી હોબાળો થતાં લોકો આવતાં હવે તમારી છોકરીનું સાટું આપજો નહીંતર તમારી દીકરીઓના લગ્ન કરવા દઇશુ નહીં અને જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. 108માં હંસાબેન, જેવાબેન, ગીતાબેન તથા સવિતાબેનને હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે પોલીસે મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...