કાર્યવાહી:થરાદના મોરથલ હત્યાકેસમાં બે મહિલા સહિત આઠ સામે ફરિયાદ

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક વર્ષ પછી ભાઇ ઘરે આવવા છતાં અદાવત રાખતાં સમાધાન કરવા જઇ રહ્યા હતા ત્યારે બબાલ થઈ હતી

થરાદના બહુ ચર્ચિત મોરથલ મર્ડરપ્રકરણમાં બે મહિલા સહિત આઠ સામે આખરે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. એક વર્ષ પછી ભાઇ ઘરે આવવા છતાં અદાવત રાખતાં સમાધાન કરવા જઇ રહ્યા હતા એ વખતે માથામાં ધારીયું મારી દીધું હતું. મોરથલના ગેનાભાઇ ભુરાજી ઠાકોરે પોતાના પિતરાઇ જવેરજી કરશનજી ઠાકોર, મોડજી જવેરજી ઠાકોર, ભરતજી જવેરજી ઠાકોર, શ્રવણજી જવેરજી ઠાકોર, પ્રહલાદજી જવેરજી ઠાકોર,ગલબીબેન જવેરજી ઠાકોર,નરબતાબેન શ્રવણજી ઠાકોર (તમામ રહે.મોરથલ તા.થરાદ) અને તખાજી માઘાજી ઠાકોર (રહે.રામપુરા તા.ડીસા) સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં મોટાભાઇ નટાજી ઠાકોર એકાદ વર્ષ પહેલાં તેમના પિતરાઇ શ્રવણજીની પત્ની નરબતાબેન સાથે મોબાઇલમાં વાતચિત કરતાં પકડાઇ જતાં કુંટુંબના માણસોએ તેને એક વર્ષ ગામમાં નહી આવવાનું જણાવતાં તે ઉંઝા મજુરી કરવા જતો રહ્યો હતો. જે શનિવારની રાત્રે તેના પરિવારને ખાધાખોરાકીના પૈસા અને સરસામાન આપવા માટે આવેલ હતો. બીજા દિવસે તેમના પિતરાઇઓને ખબર પડતાં તેને મારી નાખવાની ધમકી આપી હતી.

એક વર્ષ બાદ ઘરે આવવા છતાં પણ ઘમકી આપતાં વર્ધાજીએ તેમના સાળા ઉમાજી મફાજી ઠાકોર (રહે. ટેરોલ તા.થરાદ) તથા વેવાઇ ઉમાજી મફાજી ઠાકોર આ બાબતે સમાધાન કરાવવા માટે સાથે લઇ ઝવેરજીના ઘર તરફ જવા નિકળ્યા હતા.

આ વખતે ઝવેરજીના પુત્ર મોડજીએ ઉમાજીના માથામાં ધારીયું માર્યું હતું. આ વખતે ઉપરના માણસોએ કુહાડી,લાકડી,લોખંડની પાઇપ,ઘોકા સાથે દોડી આવ્યા હતાં. અને નટાજી તથા વર્ધાજી પર હુમલો કરતાં કુહાડીથી માથા સહિતના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત વર્ધાજીનું પાલનપુર સિવિલમાં મોત નિપજ્યું હતું. જ્યારે ગેનાભાઇને ફ્રેક્ચર થવા પામ્યું હતું. અને ઉમાજી તથા નટાજી આઇસીયુમાં છે. થરાદ પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...