લોહીયાળ જૂથ અથડામણ:થરાદના કરબુણમાં ડેપ્યૂટી સરપંચની ચૂંટણી બાદ ગામના ત્રણ જૂથો વચ્ચે ધિંગાણું, 12 લોકો ઇજાગ્રસ્ત; પોલીસ ખડકાઈ

થરાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇજાગ્રસ્તની તસવીર - Divya Bhaskar
ઇજાગ્રસ્તની તસવીર

થરાદના કરબુણ ગામે મંગળવારે ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાયા બાદ ગામના ત્રણ જૂથ વચ્ચે ધીંગાણું ખેલાયું હતું જેમાં 12 જેટલા લોહીલુહાણ થયા હતા.જ્યાં તમામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જે પૈકી 9 લોકોને વધુ ઇજાઓ પહોંચતા ટાંકા લેવા પડ્યા હતા.જ્યાં ગામમાં પોલીસ ખડકી દેવામાં આવી હતી.

થરાદના કરબુણ ગામમાં મંગળવારે બપોરે ડે.સરપંચ પદની ચુંટણી પુર્ણ થયા બાદ બે જુથ વચ્ચે જીવલેણ હથીયારો સાથેની અથડામણ થતાં તેમાં કુલ 12 વ્યક્તિઓને ઇજા થતાં સારવાર અર્થે થરાદની સરકારી હોસ્પીટલમાં ખસેડાયા હતા.જે પૈકી 9 ને ગંભીર ઇજા હોવાના કારણે ટાંકા લેવા પડ્યા હતા.જ્યારે કેટલાકને ફ્રેક્ચર તો 3 ને સામાન્ય ઇજાઓ થવા પામી હતી.જો કે આ બનાવ અંગે સમાધાનના પ્રયાસો ચાલતા હોઇ મોડી સાંજ સુધી પોલીસ દફતરે કોઇ નોંધ નહી થવા પામી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

કરબુણમાં મંગળવારે ડે.સરપંચની ચુંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઇ હતી.જો કે ત્યારબાદ ગામના યુવાનો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં જીવલેણ હથીયારો સાથેની મારામારીમાં પરિણમી હતી.આ અથડામણમાં કેટલાકને માથામાં ગંભીર ઇજા થવા પામી હતી. જેમને સારવાર અર્થે ખાનગી વાહનોમાં થરાદની સરકારી હોસ્પીટલમાં ખસેડાયા હતા. જ્યાં પોલીસકર્મીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.

બનાવને પગલે થરાદ પોલીસે ગામમાં વધુ બે વાહનોમાં કર્મચારીઓનો કાફલો ખડકી દઇને પરિસ્થિતીને નિયંત્રણમાં રાખી હતી.થરાદ પોલીસે બનાવ અંગે પોલીસ ફરિયાદની પણ તજવીજ હાથ ધરી હતી. જો કે મોડી સાંજ સુધી પોલીસ દફતરે કોઇ નોંધ થવા પામી ન હતી. બીજી બાજુ થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત અને અન્ય અગ્રણીઓએ દોડી આવીને સમાધાનના પ્રયાસો હાથ ધર્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ લખાય છે ત્યાં સુધી (સાંજના સાત) વાગ્યા સુધી પોલીસ મથકમાં લોકોનાં ટોળાં ઉપસ્થિત હતાં.પરંતુ ફરિયાદ નોંધાવા નહી પામી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

ડે.સરપંચ પદ માટે ખેંચતાણ ચાલી રહી હતી
થરાદના કરબુણમાં ડે.સરપંચને લઇને બે સમાજના ઉમેદવાર પોતપોતાના સભ્યો સાથે દાવા કરી રહ્યા હતા. જેની વચ્ચે રાજકીય કાવાદાવામાં એક સમાજના ઉમેદવારે કેટલાક સભ્યોને સહેલગાહ મોકલીને પોતાની બહુમતી કરી લેતાં તેમની જીત થતાં ડે.સરપંચ બન્યા હતા. જો કે તેમની જીત બાદ બીજા સમાજના યુવાનોએ અન્ય સમાજના યુવકોને સરપંચ પદ નહી મેળવી શકવાની ઉશ્કેરણી જનક ભાષા વાપરતાં તેમને ધોલથપાટ કરી હતી.જો કે ત્યારબાદ મારામારી થઈ હતી.

જૂથ અથડામણમાં ઈજાગ્રસ્ત થયેલા
1. પ્રવિણસિંહ પદમસિંહ દરબાર(35)
2. પદમસિંહ ધનજી દરબાર (60)
3. ઉત્તમસિંહ ભુપતસિંહ દરબાર(30)
4. સેંધાજી લાલજી દરબાર (30)
5. સિધ્ધરાજસિંહ બબાજી દરબાર (19)
6. બાદરસિંહ રામસિંહ દરબાર(32)
7. ભગવાન જગશીભાઇ પટેલ(40)
8. મોડાભાઇ ડુંગરાભાઇ પટેલ ઉ.વ.50)
9. અજાભાઇ નાગજીભાઇ પટેલ(32)
10. નગાભાઇ ખેમરાજભાઇ પટેલ (3)
11. તગાજી સારંગાજી રાજપુત (30)
12. નરબતાભાઇ ડુંગરાભાઇ પટેલ(45)

અન્ય સમાચારો પણ છે...