કારની ટક્કર:થરાદના જાણદી નજીક કારની ટક્કરથી બાઈકચાલકનું મોત

થરાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
અક્સ્માત બાદ કાર પણ પલટી ખાઇ ગઈ હતી. - Divya Bhaskar
અક્સ્માત બાદ કાર પણ પલટી ખાઇ ગઈ હતી.
  • પાછળથી કારે બાઇકને ટક્કર મારી કાર પણ પલટી

થરાદના જાણદી-ભોરોલ ત્રણ રસ્તા પર બેફામ કારચાલકે પાછળથી ટક્કર મારતાં બાઇક પર આવી રહેલા જાણદી ગામના યુવકનું મોત નિપજ્યું હતું. અક્સ્માત બાદ કાર પણ પલટી ખાઇ ગઈ હતી. જાણદી-ભોરોલ ત્રણ રસ્તા પર બુધવારે બપોરના સુમારે સાંચોર તરફથી આવેલી જીજે-08-સીસી-5837 નંબરના ચાલકે જીજે-08-એડી-172 નંબરના બાઇક ચાલક જાણદી ગામના હિંમતભાઈ પ્રભુભાઈ (ઉં.18) ને પાછળથી ટક્કર મારતાં ગંભીર ઇજા થઇ હતી.

આ અંગે થરાદ 108ને જાણ કરાતાં ઇએમટી અને પાયલોટ નાગરભાઈ તથા ભરતભાઈ દોડી આવી પ્રાથમિક સારવાર સાથે યુવકને સરકારી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં મૃત જાહેર કર્યો હતો.સરપંચ ભગવાનભાઇ પટેલ સહિત રેફરલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. પોલીસે મૃતકના ભાઇ મુકેશભાઇની ફરિયાદના આધારે કારચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...