અક્સ્માત:થરાદ હાઈવે પર જીપની ટક્કરે ભાપીના બાઈક ચાલકનું મોત

થરાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાન થરાદ સિવિલમાં નોકરીથી પરત ફરતો હતો

થરાદ-સાંચોર હાઇવે પર ગુરૂવારે સાંજે સાંચોર રોડ પર સર્જાયેલા રોડ અક્સ્માતમાં શહેરની સરકારી હોસ્પિટલમાં આઉટસોર્સ કર્મચારી તરીકે ફરજ બજાવતા ભાપી ગામના યુવકનું અકસ્માતમાં કરૂણ મોત નિજ્યું હતું. ભાપી ગામનો ભરતભાઈ હરસંગભાઇ ગલસર થરાદની સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સ કર્મચારી તરીકે નોકરી કરતો હતો. જે ગુરુવારે સાંજના ચાર વાગ્યાના સુમારે નોકરી પૂર્ણ કરી પોતાના જીજે-08-સીઇ-8700 નંબરના બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો.

જેને થરાદ-સાંચોર હાઇવે પર આવેલ બજરંગ કન્સલ્ટિંગ દરવાજાની સામે જીજે-12-ડીએસ-0808 નંબરની બોલેરો જીપના ચાલકે પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી સાઈડના પડખાથી ટક્કર મારી હતી. આથી ભરતભાઈને નીચે પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજા થતાં 108ની મદદથી થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

સારવાર ચાલુ કરવામાં આવ્યાની દસેક મિનિટમાં ભરતભાઈનું મૃત્યુ થવા પામ્યું હતું. અકસ્માત બાદ જીપચાલક ચાલક નાસી છુટ્યો હતો. આ અંગે મૃતક ભરતભાઈના કાકા પબાભાઈ વજેસીભાઈ ગલસરે થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે જીપચાલકના સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...