કોરોના ઇફેક્ટ:લોકોની થતી ભીડભાડમાં પ્રતિબંધ, થરાદમાં તાજીયા ઝુલૂસ મોકૂફ

થરાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુસ્લિમ બિરાદરો દ્વારા દર વર્ષે મહોરમ તાજીયા ઝુલૂસ નીકાળવામાં આવતું હતું પરંતુ કોરોના મહામારીને લઈને આ વર્ષે તાજીયા ઝુલૂસ મોકૂફ રખાયું હતું. સેદલાઈ પ્લોટ વિસ્તારમાં આવેલા મહોરમ ઘરથી મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા ઝુલૂસ કાઢી જૂની ગંજબજાર રોડથી પાલિકા કચેરી રસ્તેથી બળિયા હનુમાન ચોક સુધી તાજીયા ઝુલૂસ લાવવામાં આવતું હતું.

ત્યારબાદ ટાંડા નામના તળાવમાં આવેલા કૂવામાં તાજીયા ઠારવામાં આવતા હતા. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો મહિલાઓ પુરુષો જોડાતા હતા. જોકે આ વર્ષે કોરોના મહામારીને લઈને સરકાર દ્વારા જાહેર કરાયેલા મેળાવડા ધાર્મિક કાર્યક્રમો તેમજ લોકોની થતી ભીડભાડમાં પ્રતિબંધ મુકવામાં આવતાં ઝુલુસ મોકૂફ રાખવામાં આવ્યું છે તેવું અગ્રણી હાજીભાઈ પઠાણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...