તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:થરાદના ઉંટવેલિયાના શિક્ષકને 2020નો શ્રેષ્ઠ લેખક તરીકેનો એવોર્ડ એનાયત

થરાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શિક્ષકે દેશના પ્રતિષ્ઠિત સ્ટોરી મીરર પ્લેટફોર્મ ઉપર ઉત્તર ગુજરાતનું નામ ગુંજતું કર્યું

થરાદ તાલુકાની ઉંટવેલિયા ગામના શિક્ષકને દેશના પ્રતિષ્ઠિત એવોર્ડ દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર રીડર ચોઇસ એવોર્ડની કેટેગરીમાં ગુજરાતી સાહિત્યમાં વાર્તાકાર માટેનો વિજેતા એવોર્ડ અને ટ્રોફી વડે સન્માનિત કર્યા છે.

થરાદ તાલુકાના ઉંટવેલિયા પ્રાથમિક શાળામાં 7 વર્ષથી શિક્ષક તરીકેની સેવા આપતાં દિનેશભાઇ ચૌહાણ મૂળ સાબરકાંઠાના ઇડર તાલુકાના નાના કોટડા ગામના રહેવાસી છે. તેમને ગુજરાતી વિષયમાં અનેક વાર્તાઓનું સર્જન કરીને આ પ્લેટફોર્મ પર તેમની વાર્તાને રજૂ કરી હતી. જેથી તેમને "ઓથર ઓફ ધ વીક’ તરીકે પસંદગી કરી છે. અને "ઓથર ઓફ ધ યરનો’ એવોર્ડ પણ રીડરમાં સૌથી વધુ વોટ વડે પસંદ કર્યા છે. આ પ્લેટફોર્મ પર અલગ-અલગ કુલ 8 ભાષા શૈલીઓમાં એવોર્ડ અપાય છે. જેમાં આ વર્ષમાં શ્રેષ્ઠ ગુજરાતી ભાષાના લેખક તરીકે ગુજરાતના અનેક યુવાઓ-લેખકોએ પોતાનું સાહિત્યનું સર્જન કર્યું છે.

જેમાં 186 સ્પર્ધકોમાંથી તેમની સ્ટોરીને સૌથી વધુ વોટ મળતા વિજેતા જાહેર કર્યા હતાં. શિક્ષણ જગતમાં નામ ગુંજતુ કરનાર દિનેશભાઇ ચૌહાણને બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર અને નાયબ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી મુકેશભાઈ ચાવડાએ સાલ ઓઢાડી, ટ્રોફી-પ્રમાણપત્ર વડે તેમને સન્માનીત કરાયા હતાં. થરાદ તાલુકાના શિક્ષણાધિકારી આર.વી.બોચિયા, ડૉ.મહેશકુમાર ડી.ડાભી, બી.આર.સી. કો.ઓર્ડીનેટરએ શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો