ધમકી:નાની પાવડમાં પંચાયતની ચૂંટણીમાં હારી જતાં કચડી નાખવાનો પ્રયાસ

થરાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શખ્સે માથાના ભાગે પાઇપ મારી ધમકી આપી

થરાદ તાલુકાના નાનીપાવડ ગ્રામપંચાયતની ગત ડીસેમ્બરમાં યોજાયેલી ચુંટણીમાં સરપંચપદના ઉમેદવાર તરીકે જતનબેન રવજીભાઈ પટેલ તથા દલુબેન મેઘરાજભાઈ પટેલ વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં દલુબેન મેઘરાજભાઈ પટેલની જીત થવા પામી હતી. આથી જતનબેન રવજીભાઈ પટેલના દિયર જેતસીભાઈ હેમરાજભાઈ પટેલ ગામના નાગજીભાઈ મહાદેવભાઇ પટેલને અવાર-નવાર તમે ચુંટણીમાં અમને વોટ આપ્યો નથી. જેથી અમે હારી ગયેલ છીએ.

શનિવારે બપોરના બારેક વાગ્યાના સુમારે આધેડ રામજીભાઇ દેવજીભાઇ પટેલ ચાલતા આવતા હતા. આ વખતે પાછળથી અલ્ટો કાર લઇને આવેલા જેતસીભાઇએ રામજીભાઈએ પાછળથી ટક્કર મારતાં તેઓ નીચે પડી ગયા હતા. ત્યારબાદ કારમાંથી લોખંડની પાઇપ લઈને નીચે ઉતરી રામજીભાઈના માથામાં ફટકારી હતી. આથી રામજીભાઇને અર્ધબેભાન અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.પોલીસે નાગજીભાઈ માદેવભાઈ પટેલની ફરિયાદના આધારે જેતસી સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...