તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:થરાદના પીલૂડામાં વૃક્ષોનું નિકંદન કરી સરકારી જમીન હડપ કરવાનો પ્રયાસ

થરાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગામલોકોએ વિરોધ ઉઠાવતાં રેવન્યુ મહિલા તલાટીએ તપાસ કરતાં પંચાયતની જમીન હોવાનું બહાર આવ્યું

પીલૂડા હાઇવેથી નારોલી તરફ જવાના રસ્તા પર રોડથી પૂર્વ દિશામાં આવેલી 1097 સર્વે નંબર વાળી જમીનમાં ગામના લક્ષ્મણસિંહ ભમરસિંહ ચૌહાણ એ જેસીબી વડે વૃક્ષોને જડમૂળમાંથી કઢાવી નાખવામાં આવતાં લોકોઅે વિરોધ ઉઠાવતાં રેવન્યુ મહિલા તલાટી ઘટના સ્થળે પહોંચી તપાસ કરવામાં આવતાં ગ્રામ પંચાયતની જમીન હોવાનું બહાર આવ્યું હતું.

રેવન્યુ તલાટી આર.વી.દેસાઈએ જણાવ્યું હતું કે જમીની ચકાસણી કરતા જેનો સર્વે નંબર 1097 છે. જે જમીન ગ્રામ પંચાયતની છે.’ જ્યારે તલાટી કમ મંત્રીએ જણાવ્યું હતું કે ‘હું રજા ઉપર છું મને આ બાબતે સરપંચ દ્વારા જાણ કરવામાં આવી નથી. જેથી હું અજાણ છું. રવિવારે મારા ધ્યાને આવતાં હું જાતે તપાસ કરી વધુ તપાસ માટે ઉપલા અધિકારીને રિપોર્ટ કરીશ.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો