તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ વિભાગને રજૂઆત:થરાદની નાનોલ પ્રાથમિક શાળામાં શિક્ષકે રૂ. 3 લાખનું કૌભાંડ આચર્યાનો આક્ષેપ

થરાદ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પગલા નહીં લેવાય તો અરજદારની હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી

થરાદ તાલુકાના નાનોલ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક (આચાર્ય) તરીકે ફરજ બજાવતાં શિક્ષકે ખોટા નામ ધારણ કરી 3 લાખ ઉપરાંતનું કૌભાંડ આચર્યું હોવાની શિક્ષણ વિભાગને લેખિત રજુઆત કરી છે.

નાનોલ પ્રાથમિક શાળામાં 2017ના વર્ષમાં શાળાના બેન્ક એકાઉન્ટમાં જમાં રહેલી રકમમાંથી સરકાર તરફથી શિષ્યવૃત્તિ, ગણવેશ સહાય, વિદ્યાલક્ષ્મી બોન્ડ જેવી યોજનાઓ હેઠળ જમા થતી ગ્રાન્ટમાંથી આચાર્ય ચીરાગભાઈ એમ.પટેલે ત્રણ ચેકથી રૂ.3,27,000 રોકડમાં અંગત કામ માટે ઉપાડી લીધા હતા. જેમાં વિઘાર્થીઓના ખોટા દસ્તાવેજો, વાલીઓની ખોટી સહીઓ તેમજ અંગુઠાઓના નિશાન દ્વારા ઉચાપત કરી હોવાના આક્ષેપો ગામના નાગરીક માંનાભાઇ ચોથાભાઇ રબારી દ્વારા કરાયા છે. નાનોલના આ શિક્ષક સામે પગલાં નહિ લેવાય તો શિક્ષક સહિત મળતીયાઓ સામે હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની અરજદારે ચીમકી ઉચ્ચારી હતી.

તાલુકા શિક્ષણાધિકારીએ આર.વી.બોચિયાએ જણાવ્યું કે બુધવારે અરજી મળી છે.રિપોર્ટ તૈયાર કરી શુક્રવારે જિલ્લા શિક્ષણ વિભાગને રિપોર્ટ સોંપાશે. જેમાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરી આગળની કાર્યવાહી કરાશે.

શિક્ષક અગાઉ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો
શિક્ષક 15 માર્ચ-2020ના રોજ દારૂ પીધેલી હાલતમાં ઝડપાતાં થરાદ પોલીસે પ્રોહિબીશનનો ગૂનો નોંધતાં તેમને ફરજ મોકૂફ કરાયા હતા.થોડા સમય પહેલાં જ નાનોલ પ્રાથમિક શાળામાં ફરજ ઉપર હાજર કરાયા છે.

સરકારી નોકરીના ઓર્ડરો આપી ખોટા દસ્તાવેજો તૈયાર કરતાં ડીસા પોલીસ મથેક ગૂનો નોંધાયો હતો
શિક્ષક અગાઉથી જ ગુનાહિત પ્રવૃતિઓવાળો છે આ શિક્ષક સામે ખોટી રીતે સરકારી નોકરીના ઓર્ડરો આપી ખોટા દસ્તાવેજો તૈયાર કરી છેતરપીંડીનો ગુનો ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં નોંધાતાં કોર્ટમાં ચાર્જશીટ થતાં વડી કચેરી દ્વારા ફરજ મોકુફ કરવામાં આવેલા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો