રજૂઆત:કોરોનામાં મૃત્યુ પામનારને ચાર લાખની સહાયની માગણી સાથે લાખણીમાં મામલતદારને આવેદન

થરાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતકના પરિવારના કોઇપણ વ્યક્તિને નોકરી મળે તેવી તાલુકા કોંગ્રેસની માંગ

કોરોનામાં મૃત્યુ પામેલા લોકોની સહાયમાં વધારો થાય અને તેમના પરિવારજનો પૈકીને સરકાર દ્વારા નોકરી આપવામાં આવે તેવી માંગણી સાથે લાખણીના મામલતદારને ગુરુવારે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. લાખણી તાલુકા કૉંગ્રેસ સમિતી દ્વારા ગુરુવારે લાખણીના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ અંગે દિયોદરના ધારાસભ્ય શિવાભાઇ ભુરીયાએ જણાવ્યું હતું કે કોરોનામાં મૃત્યુ પામેલાનો સરકારે મૃત્યુનો આંકડો છુપાવ્યો હોઇ કૉંગ્રેસ દ્વારા પુરેપુરી લડત આપી તમામ લોકોને મદદ કરવા મેદાનમાં આવી છે. જેમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પચાસ હજારની સહાય સામે કોરોનામાં મૃત્યુ પામેલ દરેકને રૂપિયા 4 લાખની સહાય આપવાની માંગણી કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં મૃતકના પરિવારના કોઇપણ વ્યક્તિને નોકરી મળે તેવી રજુઆત કરવામાં આવી હતી. તેમજ કોરોનામાં લોકડાઉનમાં ગરીબ વર્ગ હેરાન ન થાય તે માટેની માંગણી કરવામાં આવી હતી.’ આ કાર્યક્રમ વખતે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત, મહેશભાઇ દવે સહિત કૉંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...