આવેદન:ભારતમાલા રોડની કામગીરી બળજબરીપૂર્વક કરાતી હોવાના મુદ્દે પ્રાંતને આવેદનપત્ર અપાયું

થરાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થરાદના ચાર ગામોના 41 ખેડૂતોએ ખામીને કારણે વળતર ન સ્વીકાર્યું

થરાદ તાલુકાના વાંતડાઉ, મિયાલ, વાઘાસણ અને મોટામેસરા ગામના ખેડૂતો દ્વારા ભારતમાલા રોડની કામગીરી બળજબરીપૂર્વક કરાતી હોવાના મુદ્દે ખેડૂતોએ મંગળવારે પ્રાંતને આવેદનપત્ર આપ્યું હતું. ભારતમાલા રોડ અંતર્ગત કોન્ટ્રાક્ટર દ્વારા થરાદના વાંતડાઉ, મિયાલ, વાઘાસણ અને મોટામેસરા ગામના ખેડુતો ભારતમાલામાં પુરતુ વળતર આપ્યા વગર પોલીસ બંદોબસ્ત સાથે આવીને ખેડૂતોના ઉભાપાકમાં જબરજસ્તીથી કબજો લેવાનો પ્રયાસ કરતા હોવાથી ખેડૂતો પ્રાંત અધિકારીને આવેદનપત્ર રજુઆત કરવામાં આવી હતી.

તેમજ એવોર્ડમાં ખામીના કારણે 41 ખેડુતોએ વળતર સ્વીકાર્યું ન હોવાનું જણાવ્યું હતું.તેના કારણ અંગે જણાવ્યું હતું કે વળતર એવોર્ડમાં વૃક્ષોની ગણતરી નહીવત અથવા બિલકુલ કરવામાં આવી નથી મિયાલ ગામની જંત્રી 2011 મુજબ 156 રૂપીયા પ્રતિ ચોરસ મીટર હોવા છતાં પણ 2020 માં ઉપરોક્ત ચારેય ગામોને સરખી રૂપીયા 84 પ્રમાણે વળતર આપવામાં આવી રહ્યું છે. જમીન સાથે સંબંધિત બાંધકામ, કુવો કે બોરના વળતરના પૈસા કોઇને આપેલ નથી.

એક ખેતરના બે ટુકડા થતા હોય તેવા કિસ્સામાં સર્વિસ રોડ સિવાય બીજો કોઇ ઉપાય નથી. છતાં સર્વિસ રોડની કોઇ જોગવાઇ કરવામાં આવેલ નથી, માત્ર રોડની સાઇડોમાં બચતી જમીનમાં ચલાવી લેવાનું મૌખિક રીતે આશ્વાસન આપવામાં આવેલ છે.

આ રોડ ઉંચાઇવાળો બનતો હોવાથી બંન્ને આરપાર નિકળવું અશક્ય છે. તો તેવામાં આપવામાં આવેલ અંડરપાસની ઉંચાઇ ઓછી છે. આ બધા પ્રશ્નોનોનું નિરાકરણ કરવા માંગણી કરવામાં આવી હતી. નાયબ કલેકટર વિ.સી.બોડાણાએ તેમના રહેણાંક અને અન્યનું સમયસર વળતર આપવાની સુચના આપવામાં આવી એજન્સીને આપવામાં આવી હોવાની ખેડુતોને હૈયાધારણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...