આક્ષેપ:થરાદમાં કમ્પાઉન્ડ વોલમાં ગુણવત્તા વગરની ઈંટો વાપરી હોવાનો આક્ષેપ

થરાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્વચ્છ ભારત યોજના હેઠળ શેડ વર્મી કમ્પોઝ સાઈડની બની રહેલી રૂ. 85 લાખની દીવાલના કામમાં ગેરરીતિ

થરાદ પાલિકા વિસ્તારમાં આવેલા શેડ વર્મી કમ્પોઝ સાઈડની રૂપિયા 85 લાખના ખર્ચે બની રહેલી કમ્પાઉન્ડ વોલ કામગીરીમાં ગુણવત્તા વગરની ઇંટો વાપરી સત્તાધીશો તેમજ કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

મહાજનપુરા રોડ પર આવેલ પાલિકા વર્મી કમ્પોઝ સાઈડમાં શહેરી વિસ્તારમાં એકઠો થતો રોજીંદો કચરો ઠાલવવામાં આવે છે. જેમાં જગ્યાની ફરતે 450 મીટરના અંતરે રૂપિયા 85 લાખના ખર્ચે મંજુર કરાયેલી કમ્પાઉન્ડ વોલની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં મટેરિયલમાં વપરાતી ઈંટોનું ટેસ્ટિંગ રિપોર્ટ કે.ઢી.પોલીટેક્નિક પાટણ દ્વારા કરવામાં આવેલ છે પરંતુ કોન્ટ્રકટર દ્વારા હલકી ગુણવત્તા વગરની લોકલ ઇંટો ચણતરની કામગીરીમાં વપરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...