તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:થરાદના ચુડમેરમાં આદર્શ ગ્રામ યોજના હેઠળ થતાં કામોમાં ગેરરીતિના આક્ષેપો

થરાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજિલન્સ કમિશ્નર તકેદારી આયોગમાં જાણ કરાઈ

થરાદના ચુડમેર ગામને કેન્દ્રીય સહાય ગેપફીલિંગ સ્વરૂપે પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ સમાવેશ કરાતાં કેન્દ્ર સરકારના રૂપિયા 20 લાખ હેઠળના કામો કરવામાં આવતાં ગેરરીતિ થતી હોવાના સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત કોન્ટ્રાકટર સામે હોવાના ગામના નાગરીકે આક્ષેપો કર્યા છે. આ અંગે મળતીયાઓના વિસ્તારમાં કામો થતાં હોવાથી વિજિલન્સ કમિશ્નર તકેદારી આયોગમાં જાણ કરાઈ છે. ગેરીરીતી થતી હોવાના આક્ષેપો સાથે નરેશકુમાર વરણ (રહે.ચુડમેર) એ વિજિલન્સ કમિશ્નર તકેદારી આયોગ ગાંધીનગર ખાતે 13 જાન્યુઆરીના રોજ લૅખિત રજુઆત કરી છે.

જેમાં જણાવ્યું છે કે આદર્શ ગામ યોજના હેઠળ દીવાલની કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરીમાં સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત કોન્ટ્રાકટર સાથે મળી પુર સંરક્ષણ નામે ખોટા ઠરાવો બનાવી તલાટી ક્રમ મંત્રી સહિત તેઓના મળતિયાઓના રહેણાંક ઘરોની ચારેબાજુ ખોટી રીતે પુર સંરક્ષણ દીવાલના નામે બિનધિકૃત કમ્પાઉન્ડ, વરંડાઓ બનાવી ગ્રામજનોને ગુમરાહ કરી ખોટી સહીઓ તેમજ ખોટા ઠરાવો પસાર કરી સરકારીની ગ્રાન્ટનો ગેરઉપયોગ કરી નાણાં પચાવી પાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

ગ્રામ પંચાયતના વહીવટદારો સામે આક્ષેપો કરાયા છે. વિજિલન્સ તકેદારી આયોગના આદેશ મુજબ 1 ફેબ્રુઆરીના તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરી તાલુકા પંચાયત ટીમ સાથે ચુડમેર ગામે તપાસ હાથ ધરી હતી.’

ઠરાવ કોઈને બતાવી નહીં શકાય:તલાટી
તલાટી કમ મંત્રી એ.એલ.રાણાએ જવાબ આપવામાં ગલ્લા તલ્લા કર્યા હતા. આદર્શ યોજના હેઠળ થતા કામોનો ઠરાવ કોઈને બતાવી નહીં શકાય તેવું જણાવી તમામ જવાબદારી ગ્રામ પંચાયત સરપંચ સામે ઢોળી હતી.’

કામ પૂર્ણ થયે ગ્રાન્ટ મળવાપાત્ર હોય
આ અંગે મહિલા ડેપ્યુટી સરપંચના પતિ રામસેંગભાઈ વરણે જણાવ્યું હતું કે ‘ચૂડમેર ગામ આદર્શ ગ્રામ યોજનામાં સમાવેશ થયેલ છે. અનુ. જાતિ સમુદાયના લોકોની મૂળભૂત સગવડો મળી રહે એ માટે અલગ ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવે છે જે કામ પૂર્ણ થયે મળવાપાત્ર હોય છે.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો