આક્ષેપ:થરાદ શારદા વિદ્યામંદિરના સંચાલક છાત્રોની શિષ્યવૃતિની રકમ ચાઉં કરી ગયાનો આક્ષેપ

થરાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 18 હજાર ન મળતાં વાલીએ તંત્રને રજૂઆત કરતાં શિક્ષણ વિભાગ દ્વારા તપાસ

થરાદની એક ખાનગી શાળાના સંચાલક 18 હજાર જેટલી શિષ્યવૃતિની રકમ ચાઉં કરી જતાં શિક્ષણજગતમાં ચકચાર મચી છે. વાલીએ શિક્ષણ વિભાગને રજુઆત કરતાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

સરકાર દ્વારા RTE અંતર્ગત ગરીબ બાળકોને એડમીશન અપાવવામાં આવે છે. જે માટે ભારત સરકાર દ્વારા સ્કુલ ફી, વાહન ખર્ચ, પુસ્તક ખર્ચ, ગણવેશ પેટે વિદ્યાર્થી દીઠ રકમ પણ મળવાપાત્ર થતી હોય છે. જો કે આ રકમ સરકાર દ્વારા શાળાને આપવામાં આવે છે. જે જેતે શાળાઓએ વિધાર્થીને ચુકવવાની હોય છે. શારદા વિદ્યામંદિરના સંચાલક દ્વારા એક વિદ્યાર્થીને આશરે 18 હજાર રકમ આપવામાં આવી ન હોવાનું બહાર આવ્યું છે. વાલીએ આખરે શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી વારંવાર ધક્કા ખાતા હોવા છતાં પણ રકમ મળતી તેમ જણાવતાં હરકતમાં આવેલા શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે.

ટીપીઈઓ જાગૃતીબેન દેસાઈએ જણાવ્યું હતું કે વાલી દ્વારા આરટીઆઇ એડમિશન મેળવનાર વિદ્યાર્થીની રકમ મળી ન હોવાની રજૂઆત મળી છે. જેની તપાસ હાથ ધરવામાં આવી છે. વાલીના કહેવા પ્રમાણે છેલ્લા ઘણા વર્ષથી રકમ મળી નથી. જ્યારે શિક્ષણ વિભાગ દ્વારા રૂપિયા એકાદ વર્ષ પહેલા ખાનગી શાળાના ખાતામાં આપી દેવામાં આવી છે.

શાળાના સંચાલક દ્વારા કોરો ચેક અપાયો
શારદા વિદ્યામંદિરના સંચાલક દ્વારા વિદ્યાર્થીના વાલીને કોરો ચેક આપવામાં આવ્યો હતો. પરંતુ રીટર્ન થવાના ભયથી વાલી દ્વારા સંચાલકને વારંવાર પૂછવા છતાં બેલેન્સ નથી તેવું જણાવી ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...