તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોઠાસૂઝ:71ના યુધ્ધ પછી પાકિસ્તાનમાંથી બનાસકાંઠામાં આવેલા પરિવારના યુવકની સાડીઓ અભિનેત્રીઓમાં પ્રિય બની

થરાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થરાદના ધોરણ-5 પાસ યુવકે હસ્તકલા થકી 300થી વધુ મહિલાઓને રોજગારી આપી

થરાદના ધોરણ પાંચ પાસ યુવકે હસ્તકલા થકી નામના મેળવી છે. જેઓ 300થી વધુ મહિલાઓને રોજગારી પુરી પાડી રહ્યા છે. 1971ના યુધ્ધ પછી પાકિસ્તાનમાંથી બનાસકાંઠામાં આવેલા પરિવારના યુવકની સાડીઓ રાજકીય નેતાઓ, અભિનેત્રીઓમાં પ્રિય છે. થરાદ તાલુકાના શિવનગરના વિષ્ણુભાઈ સુથાર છેલ્લા 20 વર્ષથી હસ્તકલાની વસ્તુઓ જેવી કે સાડી, ડ્રેસ મટીરીયલ, બેડશીટ કવર, પાસપોર્ટ કવર વગેરે બનાવે છે. અને 300 મહિલાઓને રોજીરોટી પુરી પાડી રહ્યા છે. આ અંગે વિષ્ણુભાઇ સુથારે જણાવ્યું હતુ કે, ચાલીસ વર્ષ પહેલા અમારુ ફેમિલી પાકિસ્તાનના મોદાર ગામમાં રહેતો હતો.

1971ના યુદ્ધ થયું ત્યારે મારા પપ્પાએ પાકિસ્તાનથી બનાસકાંઠાના થરાદમાં રહેવા માટે આવી ગયા હતા. બનાસકાંઠામાં રહેવા આવ્યા એ પહેલા એપ્લિક વર્ક માત્ર ઘરની વસ્તુઓ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું. ભારતમાં આવ્યા પછી કોઈ કામ ધંધો ન હતો એટલે નજીકના લોકોને એપ્લિક વર્કની વસ્તુઓ બનાવીને આપી ધીમે ધીમે લોકોને વસ્તુઓ ગમવા લાગે એટલે કામ શરૂ કર્યું. શો રૂમમાં ડિમાન્ડ પ્રમાણે વસ્તુઓ બનાવી આપીએ છીએ. એક સાડી બનાવવા માટે ત્રણ મહિનાનો સમય લાગે છે. અને એ કોઈપણ પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવતો નથી.

વર્ષ દરમિયાન અમે 300 સાડીઓ બનાવીએ છીએ અને વિવિધ એક્ઝિબિશનમાં રજૂ કરીએ છીએ. સાડીમાં કોટન અને સિલ્ક કાપડનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી પહેલા ગળા પર પેન્સિલ દ્વારા ડિઝાઈન કરવામાં આવે છે ત્યારબાદ પ્લાસ્ટિકના પેપર ડિઝાઈન બનાવીને ફરમો તૈયાર કરવામાં આવે છે. પછી એ ફરમા પ્રમાણે કાપડનું કટિંગ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...