થરાદમાં શેણલનગર સોસાયટીમાં રહેતા એક શ્રમજીવીપરિવારના છાપરે આક્સ્મિક આગ લાગતાં તમામ ઘરવખરી બળીને ખાખ થવા પામી હતી. દોડેલી થરાદ નગરપાલિકાની ટીમે આગતો હોલવી હતી પરંતુ પરિવારને ભારે નુકશાન થવા પામ્યું હતું.રાદની શેણલનગર સોસયટી પાસે ખેતરમાં ભાગિયા તરીકે રહેતા છગનભાઇ કમાભાઈ ઠાકોરના ઘરે લગન પ્રસંગ હોઇ મંડપ બાંધવામાં આવ્યો હતો.
તેમજ બુધવારે જાન પર ક્ચ્છ જવા રવાના થઇ હતી. ત્યાર બાદ સાંજે ચાર વાગ્યે કારણોસર આગ લાગવા પામી હતી. જો કે છાપરે એક માત્ર મહિલા જ હોઇ તેમની પાસે મદદ માટે કોઇ વ્યવસ્થા નહી હોવાના કારણે નગરપાલિકાના ફાયરટીમ સુધી મેસેજ પહોંચે તે પહેલાં તેમની તમામ ઘરવખરી અને મંડપ બળીને ખાખ થઇ જતાં ભારે નુકશાન થવા પામ્યું હતું.
આ બનાવની જાણ થતાં આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. ઘટનાને લઇને ભારે ઉત્તેજના સાથે દોડધામ પ્રસરવા પામી હતી. જોકે પાલિકાના ફાયર ઓફીસર વિરમ રાઠોડે આગ પર કાબુ મેળવ્યો હતો. શ્રમજીવી પરિવાર સાથે લઇને ગયેલ ચીજવસ્તુઓ સિવાય કશું બચ્યું ન હતું. જાન ચડાવતી વખતે ફટાકડા ફોડવાથી ઉડેલી ચિનગારીએ ધીમેધીમે આગ પ્રસરાવી હોય એવું અનુમાન વ્યક્ત કરાયું હતું
હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.