તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:સોડાલ પાંજરાપોળમાં ગાયનું 3 કલાક ઓપરેશન કરી પેટમાંથી 50 કિલો પ્લાસ્ટિક, ખીલીઓ, કાચના ટુકડા,ચમચી,બોટલના ઢાંકણાં કાઢ્યા

પાંથાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સોડાલ પાજરાપોળમાં એક રખડતી ગાયનનું ઓપરેશન કરી પેટમાંથી પ્લાસ્ટિક, લોખંડની ખિલ્લી, કાચ ,ઢક્કન કાઢી બચાવી લેવાઈ હતી.ડો.રાકેશ પુનિયા અને તેમની 7 સભ્યોની ટીમ દ્વારા ગાયને બે દિવસ સારવાર તેમજ દવા કર્યા બાદ મંગળવારે રૂમિનોટોમી ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન સતત 3 કલાક ચાલ્યું હતું તે દરમિયાન તબીબ અને તેમની ટીમ દ્વારા ગાયના પેટમાંથી 50 કિલો પ્લાસ્ટિકની થેલીઓ ,ખીલ્લીઓ,કાચના ટૂકડા સહિત 35 થી વધુ બોટલોના ઢક્કન ગાયના પેટમાંથી નિકાળવામાં આવ્યા હતા.

પશુ ચિકિત્સક રાકેશ પુનીયાએ જણાવ્યું હતું કે "ગાયના પેટમાંથી ઓપરેશન દરમિયાન પ્લાસ્ટિક નિકાલવાના ઓપરેશન તો અવાર નવાર કર્યો છે. પંરતુ આટલી મોટા પ્રમાણમાં ગાયમાં ફોરેન બોડી મળ્યું તે ચોકાવનારી બાબત છે .ઓપરેશન દરમિયાન તબીબ હોવા છતાં હાથ ધુર્જી ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...