તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:થરાદના ગ્રામિણ વિસ્તારની યુવતી ઉપર દુષ્કર્મ ગુજારનારા આરોપીને 7 વર્ષની સજા

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એડિશનલ સેસન્સ કોર્ટના ન્યાયાધીશનો ચૂકાદો,રૂપિયા 10 હજારનો દંડ

થરાદના ગ્રામિણ વિસ્તારની એક યુવતી ઉપર વર્ષ 2018માં એક શખ્સે દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ અંગેનો કેસ થરાદની એડિશનલ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે આરોપીને સાત વર્ષની કેદ અને રૂપિયા 10 હજારના દંડનો હૂકમ કર્યો હતો. થરાદ તાલુકાના એક ગામની યુવતી તેના માતા પીતા સાથે ખેતરમાં રહેતી હતી તે દરમિયાન તે ખેતરની બાજુમાં રહેતા થરાદ તાલુકાના દુધવાના નથાભાઇ મોડાભાઇ બનાવની રાત્રે ખેતરે જઈ તેનું મોઢું દબાવી તેને મારી નાખવાની ધમકી આપી તેનું અપહરણ કર્યુ હતુ. અને જુદી જુદી જાગ્યાએ લઈ જઇ દુષ્કૃત્ય ગુજાર્યુ હતુ.

આ અંગે યુવતીએ તારીખ તા.9/9/2018 ના રોજ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે અંગેનો કેસ એડિશનલ સેસન કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ આર.ડી જોષીની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી નથાભાઈ મોડાભાઈને સાત વર્ષની સખ્ત કેદની સજા અને રૂપિયા 10 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસ સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...