તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:થરાદ એસ ટી ડેપોને પ્રથમવાર એસી વોલ્વો બસ ફાળવાઈ

થરાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોલ્વો બસ થરાદ થી સવારે ઉપડી અમદાવાદ જાશે

બનાસકાંઠા ના છેવાડાનો એસ ટી ડેપો થરાદ એક વખત નો આવક ની દ્રષ્ટિ એ પ્રથમ ડેપો હતો કારણ કે અહીં લાંબા રૂટ ની વધુ બસો હોવાથી મુસાફરો અમદાવાદ,સુરત નવસારી, વડોદરા, ભાવનગર જેવા સ્થળો નોકરી ધધા માટે અવરજવર થતી હોય છે.

જેમાં જન્માષ્ટમી ના દિવસે એક નવી વોલ્વો એ સી બસ થરાદ ડેપો ને પ્રથમ વાર ફાળવવા મા આવી હતી. જે વોલ્વો બસ થરાદ થઈ સવારે 5:15 કલાકે ઉપડી અમદાવાદ જાશે અને અમદાવાદથી સાંજે 18:15 વાગે ઉપડશે આ બસ નું ભાડું 408 રૂપિયા છે.

કોઈ દર્દી ને સારવાર માટે અમદાવાદ કે મહેસાણા જવું હોય તો પણ બસમા દર્દી માટે સારી સુવિધા વાળી પ્રથમવાર બસ ફાળવવામાં આવી હતી.જેમનું સાંસદ પરબતપટેલ દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાપન કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...