થરાદની નર્મદા નહેરમાંથી ગુરૂવારે ડેલના યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચવા પામી હતી. નગરપાલિકાના તરવૈયાએ મૃતદેહ બહાર નિકાળીને તેના પરિવારને સોંપ્યો હતો. થરાદના જાંદલા ગામની મુખ્ય નહેરમાં ગુરૂવારની સુમારે નર્મદાની મુખ્ય કેનાલમાં કોઇ કારણસર ડેલ ગામના 18 વર્ષના એક યુવકે ઝંપલાવી દીધું હતું.
આ અંગે નગરપાલિકાના તરવૈયા સુલતાન મીરને જાણ કરવામાં આવતાં તેઓ ટીમ સાથે દોડી ગયા હતા અને શોધખોળ બાદ યુવક પારસભાઈ મેરૂજી ઠાકોર (રહે.ડેલ,તા.થરાદ) નો મૃતદેહ બહાર નિકાળીને તેના પરિવારને સોંપ્યો હતો. એક પરિણીત યુવક દ્વારા ભરવામાં આવેલા આ પગલાની ઘટનાને લઇને પંથકમાં અરેરાટી સાથે ચકચાર પ્રસરી જવા પામી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.