અકસ્માત:થરાદમાં ટ્રેલરચાલકે બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત

થરાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજાને ઈજા,ટ્રેલરચાલક ટ્રેલર મુકી નાસી ગયો

થરાદના હાર્દસમા હાઇવે પર બુધવારે એક ટ્રેલરના ચાલકે ગઢવી હોસ્પિટલ પાસે સામેથી આવતાં થરાદના ઘંટીયાળી તાલુકાના બે બાઇક ચાલકોને ટક્કર મારી હતી. જેમાં એક યુવક બાજુમાં ફંગોળાયો હતો. જ્યારે એક યુવક ટ્રેલરના પાછલા પૈડાં નીચે આવી જતાં પગ ચગદાઇ જતાં તે યુવકનું સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે બીજાને ઇજા થવાના કારણે સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. થરાદ પોલીસે નાસી છુટેલા ચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

થરાદ હાઇવે પર બુધવારની સવારના નવ વાગ્યાના સુમારે ગઢવી હોસ્પિટલ પાસેથી જીજે-08-સીએચ-8863 નંબરના બાઇક પર થરાદના ઘંટીયાળી ગામનો રમેશભાઇ રતાભાઇ નાઇ અને કિરણભાઇ જીવરાજભાઇ નાઇ (હાલ રહે.વજેગઢ, તા.થરાદ) બજારમાંથી શાકભાજી ખરીદીને આવી રહ્યા હતા. આ વખતે સામેથી આવતા ટેન્કર નંબર જીજે-12-બીવી-7936 ના ચાલકે બાઇકને સામેથી ટક્કર મારતાં કિરણભાઇ બાજુમાં ફંગોળાયા હતા.

જ્યારે રમેશભાઇ રોડ પર પટકાતાં ટેન્કરનાં પાછલા પૈડાં તળે પગ આવતાં ચગદાઇ જતાં મોત થયું હતું. જ્યારે કિરણભાઇને ઇજા થતાં તેમને વધુ સારવાર અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયો હતો. જ્યારે ઘટના સ્થળે ટ્રાફિક જામ થવા પામ્યો હતો. મૃતકનું રેફરલ હોસ્પિટલમાં પીએમ બાદ મૃતદેહ વાલીવારસોને સોંપવામાં આવ્યો હતો.પોલીસે નાસી છુટેલા ટ્રેલરના ચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...